Toyotaએ પરત મંગાવ્યાં આ Carsના હજારો યુનિટ્સ, ક્યાંક તમારી કાર તો નથી ને?

ટોયોટાએ ઇનોવા ક્રિસ્ટા અને ફૉર્ચ્યુનરની કુલ 2628 યુનિટ્સને પરત મંગાવી છે. કંપનીએ આ ગાડીઓને એટલા માટે રિકૉલ કરી છે કારણ કે તેમાં ફ્યૂલ હોજ રાઉટિંગમાં ગરબડ હોવાની આશંકા છે. તેની તપાસ કરવામાં આવશે અને જો તેમાં કોઇ ગરબડ હશે તો તેને રિપ્લેસ કરવામાં આવશે. કોઇપણ સુધારા માટે ટોયોટા ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ નહી લે. આ સુધારો વૉરંટી હેઠળ જ કરવામાં આવશે.

આ ઘોષણા અંતર્ગત 18 જુલાઇ 2016થી 22 માર્ચ 2018 દરમિયાન વિનિર્મિત પેટ્રોલ એન્જિન ધરાવતી ઇનોવા ક્રિસ્ટા અને ફૉર્ચ્યુનરને પરત મંગાવવામાં આવી છે. કંપનીએ કહ્યું કે આ વાહનોને ફ્યૂલ હોજ રાઉટિંગની તપાસ કરવામાં આવશે અને જો તેમાં કોઇ ગરબડ હશે તો તેને રિપ્લેસ કરવામાં આવશે.

આ અંગે કંપનીએ જણાવ્યું કે સુરક્ષા પહેલા અને ગ્રાહકોના સંતોષની પ્રતિબદ્ધતા હેઠળ તેઓ ભારતમાં આ વાહનોને પરત મંગાવી રહ્યાં છે. અગાઉ મે મહિનામાં કંપનીએ એપ્રિલ 2016થી જાન્યુઆરી 2018 દરમિયાન વિનિર્મિત ઇનોવા ક્રિસ્ટાને સ્વૈચ્છિક રૂપે પરત મંગાવી હતી. આ વાહનોને વાયર હાર્નેસનું રિપેરિંગ કરવા માટે પરત મંગાવવામાં આવ્યાં હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter