Whatsappના ટોપ 5 સીક્રેટ, યૂઝર્સને જરૂરથી હોવી જોઈએ જાણ

વોટ્સએપ હવે આપણા જીવનનો અહેમ ભાગ બની ચુક્યું છે. વોટ્સએપ સમયની સાથે પોતાના ફીચરમાં બદલાવ કરતુ રહે છે તેજ કરણ છે કે તે યૂઝર્સને પોતાની સાથે જોડી રાખવામાં સફળ થયું છે. યૂઝર્સની ડીમાંડને ધ્યાનમાં રાખીને વોટ્સએપ નવા અપડેટ આપતું રહે છે. વોટ્સએપના યૂઝર્સ માટે આ 5 ફીચર્સ વિશેની જાણકારી રાખવી ખૂબજ જરૂરી છે.

વોટ્સએપ પર જ જોઈ શકાશે યૂટ્યૂબ વીડિયો

સૌથી ખાસ ફીચરની વાત કરીએ તો વોટ્સએપ પર જ હવે યૂટ્યૂબ વીડિયો જોઈ શકાશે અને યૂઝર્સ લાઇવ વીડિયો જોવાની સાથે ચેટ પણ કરી શકશે. આ પહેલા વોટ્સએપ પર આવતી લિંક પર ક્લિક કરવાની સાથે યૂઝર્સ યૂટ્યૂબ પર સ્વિચ થઇ જતા હતા પણ નવી અપડેટ બાદ આવું નહિ થાય. આ ફીચર પિક્ચર ઇન પિક્ચર (PiP)ને સપોર્ટ કરશે જેના દ્વારા યૂઝર્સ હવે વીડિયો જોવાની સાથે ચેટ પણ કરી શકે છે.

ફોટો અને વિડીયોમાં સ્ટીકર

વોટ્સએપ યૂઝર્સ ફોટો અને વીડિયોની સાથે સ્ટીકર પણ મોકલી શકે છે. અત્યાર સુધી આ ઓપ્શન ફક્ત ફેસબુક પર જોવા મળતું હતું હવે આ વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. આ ફીચર એડ થવાને કારણે હવે યૂઝર્સને ચેટ ઓપ્શનમાં સ્ટીકર મળશે. આ સાથે જ યૂઝર્સને ફોન પર લાઇવ લોકેશન શેયર કરવાની સુવિધા પણ મળે છે આ સુવિધા ગયા વર્ષના ઓક્ટોબરથી ઉપલબ્ધ છે. યૂઝર્સ કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોઈ પણ સાથે પોતાની લાઇવ લોકેશન શેયર કરી શકે છે.

મની ટ્રાન્સફર

વોટ્સએપ દ્વારા મની ટ્રાન્સફર સર્વિસ શરૂ કરવામાં આવી છે યૂનીફાઇડપેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા કોઈ પણ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાશે. આ પેહલી મોબાઈલ એપ હશે કે જે ડિઝિટલ પેમેન્ટ માટે મલ્ટી-બેન્ક પાર્ટનરશિપ પર કામ કરશે. વોટ્સએપે જૂન ૨૦૧૭માં આ સર્વિસ શરૂ કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એનપીસીઆઈ જેવી સંસ્થાઓ સાથે વાત કરી હતી. આ ફીચરની શરૂઆત એન્ડ્રોઇડ અને આઈઓએસ યૂઝર્સ માટે વોટ્સએપ બીટા પર યૂપીઆઈની શરૂઆત પણ કરવામાં આવી છે.

મેસેજ ડિલીટની સુવિધા

વોટ્સએપ યૂઝર્સ માટે આ ફીચર પણ ઘણું ઉપયોગી છે. નવા ફીચરમાં delete for everyone ઓપ્શન દ્વારા ભૂલથી મેકલાઈ ગયેલ મેસેજને ડીલીટ કરી શકાય છે. આઈઓએસ અને વિન્ડોઝ ફોન યૂઝર્સ માટેના રિકોલ ફીચર શરૂ થયા બાદ સૌથી વધુ ચર્ચામાં છે પરંતુ મેસેજ ફક્ત ૭ મિનિટની અંદર જ ડિલીટ થઇ શકે છે ત્યાર બાદ મેસેજ ડિલીટ નહિ થાય. તમારો મેસેજ જો કોઈ દ્વારા વાંચવામાં આવી ગયો છે તો તે ડિલીટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી.

લાસ્ટ સીન હાઇડ કરવું

વોટ્સએપ બાય ડીફોલ્ટ લાસ્ટ સીન અને રીડ રિસીટનો ઓપ્શન ઓન રાખે છે પરંતુ તમે સેટિંગમાં જઈને આ બદલી શકો છો. તમારા દ્વારા મેસેજ ક્યારે જોવામાં આવ્યા તે તમે હાઇડ રાખી શકો છો અને તમે લાસ્ટ ક્યારે ઓનલાઇન હતા તે પણ હાઇડ કરી શકો છો. તમે પણ બીજાના આ બે એક્શન નહિ જોઈ શકો. પોતાના પ્રોફાઈલ ફોટો અને સ્ટેટસને પણ સેટિંગ દ્વારા Everyone, My contacts અને Nobody આમ ૩ ઓપ્શન સિલેક્ટ કરી શકશો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter