સેક્સીએસ્ટ એશિયન વિમેન 2017ની હોડમાં પ્રિયાંકાએ આ એક્ટ્રેસને આપી માત

ઇંગલેન્ડના ઇસ્ટર્ન આઇ ન્યુઝપેપરે એશિયાની 50 સેક્સીએસ્ટ વિમેનની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સ્થાન પામેલી ટોપ 10 સેક્સીએસ્ટ એશિયન વિમેનની તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે.

વર્ષ 2017ની એશિયાની સેક્સીએસ્ટ મહિલાનો ખિતાબ બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જીત્યો છે. આ ખિતાબ 2016માં દિપિકા પાદુકોણના નામે રહ્યો હતો. પ્રિયંકાએ આ ટાઇટલ પાંચમી વખત જીત્યું છે.

જાણીતી ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્મા આ યાદીમાં બીજુ સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ સાથે જ નિયાએ દિપિકા અને કેટરિના જેવી બોલિવુડની ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

વર્ષ 2016માં એશિયાની સેક્સીએસ્ટ મહિલાનો ખિતાબ જીતનારી ‘મસ્તાની’ દિપિકા પાદુકોણ આ યાદીમાં બે ક્રમ નીચે આવી ગઇ છે. આ સાથે જ દિપિકા આ યાદીમાં ત્રીજા ક્રમે રહી છે.

દિપિકા પાદુકોણ પછી ચોથા ક્રમે બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટને આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સાથે જ આલિયા ટોપ 5માં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

લંડનના વીકલી ન્યૂઝપેપર ઇસ્ટર્ન આય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પાંચમુ સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ છઠ્ઠુ સ્થાન મેળવ્યું છે.

બોલીવુડની બાર્બી ડોલ કેટરિના કૈફને એશિયાની સેક્સીએસ્ટ વિમેન 2017ની યાદીમાં સાતમું સ્થાન પ્રાપ્ત થયું છે.

શ્રદ્ધા કપૂરને પણ સેક્સીએસ્ટ એશિયન વિમેન 2017ની યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં શ્રદ્ધાએ આઠમું સ્થાન મેળવ્યું છે.

લંડનના વીકલી ન્યૂઝપેપરની આ યાદીમાં બોલીવુડની ચાંદ બેબી ગૌહર ખાને નવમું સ્થાન મેળવ્યું હતું.

ટેલિવિઝનની ‘છોટી બહુ’ રૂબિના દિલેઇકને આ યાદીમાં દસમું સ્થાન મળ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter