ભૈયા કર લે ટોઇલેટ કા જુગાડ…. ગીત થયું રીલીઝઃ  લોકોને શૌચાલય માટે જાગૃત કરી રહ્યો છે અક્ષય

ટોઇલેટ એક પ્રેમ કથા ફિલ્મનું નવું ગીત ટોઇલેટ એક જુગાડ રીલીઝ કરવામાં આવ્યું છે.  જેમાં અક્ષય કુમાર લોકોને શૌચાલય બનાવવા અને તેના ઉપયોગ માટે જાગૃત કરતો નજરે ચઢશે. આ ગીતે આજે રીલીઝ કરવામાં આવ્યું છે. ગીતને અક્ષયે ટ્વીટર પર રીલીઝ કર્યું હતું.


 

 ગીત દ્વારા અક્ષયે બતાવ્યું છે કે  ભારતમાં ઘણા બાળકો ગંદું પાણી પીવાને કારણે મોતને ભેટે છે તેમજ  જે ઘરમાં શૌચાલય નથી તે ઘરની મહિલાઓને શૌચ માટે દૂર ખેતર કે વાડીમાં જવું પડે છે  આમાં ઘણ વાર મહિલાઓ અસામાજિક તત્વોનો શિકાર બને છે.

અક્ષય એટલે કે કેશવ આ સમજાવી રહ્યો છે અને તેની પત્ન જયા તેનાથી દૂર જતી રહી છે.  ગીતમાં સ્વચ્છ ભારતનો પણ ઉલ્લેખ છે. ગીતમાં અક્ષયની સાથે વિક્કી પ્રસાદે પોતાનો સ્વર આપ્યો છે. અને વિક્કી પ્રસાદે જ ગીતનું મ્યુઝિક આપ્યું છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter