ઑફર-ઑફર-ઑફર!અહીં મેળવો 4,119 રૂપિયામાં iPhone અને 2500 રૂપિયામાં 4G સ્માર્ટફોન

જો તમે પણ કોઈ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં હોય જે સૌથી ઓછી કિમતમાં મળે અને તેમાં સારા ફીચર્સ હોય તો આ ન્યુઝ તમારા માટે છે. છેલ્લા કેટલાક દિવસોથી રિફર્બિશ્ડ સ્માર્ટફોન અને લેપટોપ વેચાવવાનો ટ્રેન્ડ શરુ થઇ ગયો છે. પહેલા ફ્લીપકાર્ટે 2ગુડ નામથી એક વેબસાઈટ લોન્ચ કરી હતી અને અત્યારે વધુ એક વેબસાઇટ લોન્ચ કરી છે જ્યાં આઈફોન પર ૭૦ટકાનાં ડીસકાઉંટની સાથે ૩,૩૯૯ રૂપિયાની શરૂઆતની કીમત અને મોટોરોલાના સ્માર્ટફોન ૪ હજાર રૂપિયાની શરૂઆતની કીમત પર મળે છે. આવો જાણીએ કઈ કંપનીના કયા ફોન કેટલી પ્રાઈસમાં મળે છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વેબસાઇડ પર ઓએલએક્સ અને ક્વિકરની જેમ સેકેંડ હેન્ડ સ્માર્ટ ફોન મળે છે. પરંતુ અહિં સારી વાત એ છે કે કંપની પોતે ફોન ચેક કરે છે અને પછી એ જુએ છે ફોનની કંડીશન શું છે, એના પછી વેબસાઇટમાં પણ જણાવામાં આવે છે કે ફોનની કંડીશન શું છે. પરંતુ ઓએલએક્સ પર પોતાના જ ફોન વેચી શકાય છે. આ વેબસાઈડનું નામ ટોગોફોગો ડોટ કોમ(togofogo.com) છે. આ વેબસાઇડ પર સેમસંગ, એપ્પલ, બ્લેકબેરી, સોની, આસુસ, મોટોરોલા અને શાઓમી જેવા ૨૦ કંપનીયોના સેકેંડ હેન્ડ સ્માર્ટફોન મળે છે. આવો તમને ઓફરની જાણકારી આપીએ.

મોટોરોલાનો મોટો જી (થર્ડ જનરેશન)નો ફોન ૧૬ જીબી સ્ટોરેજ અને ૨ જીબી રેમ વેરીયંટ ૪,૪૮૯ રૂપિયામાં મળે છે. કંપનીનો દાવો છે કે આ ફોન સારી કંડીશનમાં છે. આ ફોનમાં ૫ ઈંચની ડિસ્પ્લેની સાથે સાથે ૧૩ મેગાપિક્સલનો રીયર કેમેરા અને ૫ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. આ ફોનમાં ૪જી સપોર્ટ આપવામાં આવેલું છે.

Motorola Moto G4 Play 16GB

આ ફોનમાં ૫ ઈંચની ડિસ્પ્લેની સાથે ૮ મેગાપિક્સલનો રીયર કેમેરા, ૫ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને ૨૮૦૦ એમએચની બેટરી છે. આ ફોનમાં પણ ૪જી સપોર્ટ મળે છે. આ ફોનની કીમત ૬,૪૯૯ રૂપિયાની છે. આ ઉપરાંત મોટો ઈ૪ પ્લસ ૩૨ જીબી સ્ટોરેજ વેરીયંટ ૭,૨૯૯ રૂપિયામાં મળે છે. આ ફોનમાં ૫૦૦૦ એમએચની બેટરી મળે છે. આ ફોનની અંદર ૧૩ મેગાપિક્સલનો રીયર કેમેરા અને ૫ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનમાં ૩ જીબી રેમ અને ૪જિ સપોર્ટ મળે છે.

Motorola Moto Z Play Black

આ ફોનમાં ૫.૫ ઇંચની ડિસ્પ્લે, ૩૨ જીબી સ્ટોરેજ, ૧૩ મેગપીક્સલનો રીયર કેમેરા, ૫ મેગપીક્સલનો ફ્રન્ટ કેમેરા અને ૩૫૧૦ એમએચની બેટરી છે. આ ફોનમાં ૩જીબી રેમ મળશે આ ફોનની કીમત ૧૦,૮૪૯ રૂપિયામાં મળશે. આગળની સ્ક્રિપ્ટમાં જાણો આઈફોનની કીમત.

આ સાઈટ પર આઈફોન ૪એસ ૧૬ જીબી સ્ટોરેજમાં ૪,૧૧૯ રૂપિયામાં મળે છે, આઈફોન ૫એસ ૧૬ જીબનું મોડલ ૭,૭૯૯ રૂપિયામાં, તેનો ૩૨ જીબી સ્ટોરેજનું મોડેલ ૧૦,૨૯૯ રૂપિયામાં અને આઈફોન ૬નુ ૧૬ જીબીનું મોડલ ૧૧,૧૧૯ રૂપિયામાં મળે છે. ત્યાં જ આઈફોન ૬નુ ૬૪જિબિ સ્ટોરેજ વેરીયંટ ૧૩,૭૯૯ રૂપિયામાં મળે છે.

આ ઉપરાંત તમે આ વેબસાઈટ પરથી શાઓમી, નોકિયા, સેમસંગ અને સોની જેવી કંપનીઓના સ્માર્ટફોન ખરીદી શકાય છે. અને કંપનીને વેચી પણ શકાય છે. ટોગોફોગોએ વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૦૦થી વધારે રીટેલ સ્ટોર ખોલવાની યોજના કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter