પદ્માવતના વિરોધમાં નકાબધારીઓએ મોલમાં લગાવી આગ

ભલે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને રિલિઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોય પરંતુ તેને લઇને ચાલી રહેલો વિવાદ છોભવાનું નામ નથી લઇ રહ્યો. સુપ્રિમ કોર્ટના આદેશ છતાં કરણી સેનાના કાર્યકર્તાઓએ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેવામાં વિરોધની વચ્ચે એક મોલમાં આગ લગાવવાનો વિડિયો ફેસબુક પર વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડિયો ફરીદાબાદનો છે.

વિડિયો જે સ્થળનો છે તે પાર્શ્વનાથ મોલના પીવીઆર સિલ્વર સિટી સિનેમાનો છે. આ વિડિયોમાં એક ગોલ્ડ ક્લાસ લખેલુ ટિકિટ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. કાઉન્ટર પાસે એક નકાબધારી યુવક જોવા મળી રહ્યો છે. તે પછી બીજો એક શખ્સ પણ નકાબધારી છે. ત્રીજો શખ્સ તે બંનેનો વિડિયો ઉતારી રહ્યો છે. તે બંને એકબીજા સાથે વાત કરે છે કે હું પેટ્રોલ નાંખુ છે તુ માચીસ પકડ. તેવામાં અન્ય એક વ્યક્તિનો અવાજ આવે છે કે આગ કોણ લગાવશે.

 આ યુવકો આગ લગાવીને કરણી સેના ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કરે છે. આગ લગાવ્યા બાદ યુવકો અપશબ્દો બોલીને જતા રહે છે. આ વિડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યોછ  અને જે રીતે આ વિડિયોમાં દેખાઇ રહ્યું છે તેને જોઇને લાગે છે કે ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિરોધમાં આગ ચાંપવામાં આવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter