Viral Video : પરફેક્ટ શૉટ લેવા માટે Spider Man બની ગયો આ ફોટોગ્રાફર

ઇન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વેડિંગ ફોટોગ્રાફરે પરફેક્ટ શૉટ લેવા માટે બધી જ હદો પાર કરી નાંખી હતી. તમે આ ફોટોગ્રાપરનો અંદાજ જોઇને કહેશો કે ડેડિકેશન હોય તો આવું હોય.

આ વિડિયોને ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો છે. જો કે હાલ આ પ્રકારના વેડિંગ શૂટની બોલબાલા છે પરંતુ ખાસ વાત એ છે કે જે રીતે ફોટોગ્રાફરે તસવીરો લીધી છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે.

વિડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે નવપરણિત યુગલનો પરફેક્ટ એન્ગલ લેવા માટે ફોટોગ્રાફર ઝાડ પર ઉંધો લટકી ગયો હતો. તે પછી ઝાડ પરથી ઉતરવા માટે તેણે વરરાજાના હાથમાં કેમેરો પકડાવી દીધો. આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter