‘Spider-Man: Homecoming’ના હિન્દી વર્ઝનમાં આ એક્ટર કરશે સુપરહીરોની ડબિંગ

હોલિવુડ ફિલ્મ સ્પાઇડર મેન સીરિઝની અપકમિંગ ફિલ્મ ‘સ્પાઇડર મેન: હૉમકમિંગ’ના હિન્દી વર્ઝનમાં ટાઇગર શ્રોફ સ્પાઇડર મેન માટે વૉઇસઑવર કરશે. આ પહેલી વખત ટાઇગર શ્રોફ કોઇ હોલિવુડની ફિલ્મ માટે વૉઇસ ઑવર કરશે.

ટાઇગરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ”મારા બાળપણનો સુપરહીરો સ્પાઇડર મેનના હિન્દી વર્ઝન માટેના વૉઇસ ઑવરને લઇને મારી એક્સાઇટમેન્ટ હું વ્યકત નથી કરી શકતો. હું સ્પાઇડર મેન સીરિઝની ફિલ્મો જોતા જોતા મોટો થયો છું. હું જરૂર કહેવા માંગીશ કે સ્પાઇડર મેન એક એવો સુપરહીરોનું કેરેક્ટર છે જેને હું હંમેશા પ્લે કરવા ઇચ્છતો હતો. હું આ વાત પર પ્રાઉડ ફિલ કરી રહ્યો છું કે સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ મને આ કરવા માટે એપ્રોચ કર્યો.”

ટાઇગર શ્રોફે ‘સ્પાઇડર મેન: હૉમકમિંગ’ને એક શાનદાર ફિલ્મ ગણાવી છે. તેણે આગળ કહ્યુ કે, હું પ્રોમિસ કરું છુ કે ફિલ્મમાં તમને કૉમેડી અને એક્શન બંને જોવા મળશે, આગળની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ તમને મજા આવશે. હું આ ફિલ્મની રિલીઝ માટે આતુરતાથી રાહ જોઇ રહ્યો છું અને મને આશા છે કે ઓડિયન્સ મારી સ્પાઇડર મેનની અવાજ પસંદ કરે.”

ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફની અપકમિંગ ફિલ્મ ‘મુન્ના માઇકલ’ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ટાઇગરની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને નિધિ અગ્રવાલ જોવા મળશે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter