‘ફોર્બ્સ’ની અમીર સેલિબ્રિટીની યાદીમાં સલમાન, અક્ષય અને શાહરૂખનો સમાવેશ

બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વાકા  વિશ્વભરના સૌથી અમીર 100 સિતારાઓની યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં બોલિવૂડમાંથી સલમાન ખાન, અક્ષય કુમાર તથા  શાહરૂખ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ફોર્બ્સ’ મેગેઝિને સોમવારે આ યાદી બહાર પાડી હતી.  આ યાદી પ્રમાણે  શાહરૂખ ખાન સૌથી વધુ કમાણી કરતો બારતીય અભિનેતા છે. શાહરૂખ ખાન ‘ફોર્બ્સ’ની યાદીમાં 65માં સ્થાને છે.  આંકડાઓ પ્રમાણે  શાહરૂખેગત વર્ષે  245 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો સલમાન ખાન યાદીમાં 71મા સ્થાને છે સલમાન ખાનની ગત વર્ષની વાર્ષિક કમાણી શાહરૂખ કરતાં  એક મિલિયન ઓછું આશરે 37 મિલિયન ડોલરની કમાણી કરી છે.

અક્ષય કુમાર આ યાદીમાં 80મા સ્થાને છે. અક્ષય કુમારે ગત વર્ષે 35.5 મિલિયન ડોલરની કમાણી કરી હતી. ‘ફોર્બ્સ’ની આ યાદીમાં જૂન 2016થી માંડીને 1 જૂન 2017 સુધીની કમાણીને સામેલ કરવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યાદીમાં  પ્રથમ સ્થાને  130 મિલિયન ડોલરની કમાણી કરનારા અમેરિકન રેપર સિંગર  ડીડી P. Diddy નું નામ છે. તો સિંગર બિયોન્સે 105 મિલિયન ડોલરની કમાણી સાથે બીજા નંબરે છે.  94 મિલિયન ડોલરની કમાણી કરનારી જાણીતી લેખિકા જે.કે.રોલિંગ ‘ફોર્બ્સ’ની યાદીમાં ત્રીજા સ્થાને છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter