15 કે 20 રૂપિયામાં નહીં આ કંપની ભારતમાં વેચશે 65 લાખ રૂપિયાની અધધ કિંમતે પાણી

કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે તેના માટે પાણીની બોટલ એ અનિવાર્ય બાબત હોય છે  પ્રવાસ હોય કે ફંક્શન  પાણી ભરેલી બોટલો અત્યારની લાઇફમાં  જરૂરી બની ગઈ છે. અને જો પાણીની બોટલ ભૂલી જઈએ તો દુકાનમાંથી  15-20 રૂપિયાની કિંમતે ખરીદી શકાયછે પરંતુ   તમે કલ્પના કરો કે તમને મળતી પાણીની બોટલ  15, 20 , 50 કે 100 રૂપિયા નહી પરંતુ   લાખો રૂપિયા આપીને ખરીદવી પડે તો…

ભારતીય બજારમાં હવે પાણીની બોટલ ઘણું ઉંચી કિંમતે પ્રાપ્ત થાય તેવી શક્યતા છે.   બેવર્લી હિલ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી પાણીની બોટલ જો તમારે ખરીદવી હશે તો તે તમને   65 લાખ રૂપિયામાં મળશે,

શું છે આ બોટલની ખાસિયત

પાણીની આ બોટલને everly Hills 9OH2O નામ આપવામાં આવ્યું છે આ બોટલનું ઢાંકણું  સોનામાંથી બનાવવામાં આવ્યું છે અને  તેની ઉપર 14 કેરેટના  600 વ્હાઇટ તથા 250 બ્લેક ડાયમંડ્સ લગાવવામાં આવ્યા છે.

આ બોટલને ભારતમાં લોન્ચ કરવા માટે  કંપનીએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે કંપની આ બોટલને ભારતમાં લોન્ચ કરશે.  કંપનીનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં  બેવર્લી હિલ્સમાં છે.

જે લોકો આ મોંઘી બોટલ ખરીદી શકતા તેમના માટે  કંપનીએ ચાર શ્રેણી બનાવી છે. જેમાં 1 લિટર,  500 એમએલની બોટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીએ કરેલા પ્રથમ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશનમાં ભારત સહિત અરબ દેશોને સામેલ કરવામાં આવ્યા છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter