આ બે શખ્સો નર્મદાની કેનાલમાં ઠાલવતા હતા કેમિકલયુક્ત પાણી

ગોધરા શહેરને પાણી પૂરુ પાડતી નર્મદાની મુખ્ય કેનાલમાં ટેન્કર દ્રારા કેમિકલ યુકત પાણી ઠલવતા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. નર્મદા કેનાલમાં કેટલાક શખ્સો દ્રારા મોડીરાત્રે  ટેન્કર  મારફતે દુર્ગંધ મારતું પ્રવાહી છોડવામાં આવતું હોવાની તંત્રને માહિતી મળી હતી.

ત્યારબાદ તંત્રએ અલગ અલગ ટીમો બનાવી વોચ ગોઠવી હતી. અને કેમિકલ ઠલવવા આવતા બે શખ્સોની રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા બન્ને શખ્સોને કાંકણપુર પોલીસને હવાલે કર્યા હતા. અને  ટેન્કર કબ્જે લઇ   ટેન્કર કયાંથી ભરી લાવવામાં આવ્યું હતુ. તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter