ટેસલ ઇયરિંગ્સ છે ઇન ટ્રેન્ડ, ઇન્ડિયન અને વેસ્ટર્ન આઉટફિટ પર આપશે સ્ટાઇલિશ લુક

જો તમે પેંટ અને ટૉપ પહેરીને ઑફિસ કે કૉલેજ જઇ રહ્યા છો તો વગર મહેનતે તમારા લુકને ખાસ બનાવવો હોય તો ટૈસલ ઇયરિંગસ પહેરો. તે ફક્ત તમને સ્ટાઇલિશ લુક જ નહિ આપે પણ ટ્રેંડ સાથે પણ જોડી રાખશે.

નાના હૂકમાં દોરાનો ગુછ્છાથી બનાવાયેલા આ સ્ટેટમેંટ ઇયરિંગસ ખુબજ સ્માર્ટ લુક આપે છે. તે દેખાવમાં લાબાં હોય છે, પણ ઘણા હલકા હોય છે. જેને તમે મુશ્કેલી વગર પહેરી શકો છો.

તમારા ડ્રેસ સાથે મેચીંગ ઇયરિંગસ પણ ખરીદી શકો છો. 3ડી ટૉપ અને સૂટ સાથે પણ પહેરી શકો છો.

ટૈસલ એટલે કે ગુછ્છાવાળા ઇયરિંગસમાં ઉપરથી હુક હોય છે અને નીચેની બાજુ એક જ રંગના દોરા લટકતા હોય છે. એટલે તેને ટૈસલ ઇયરિંગસ કહેવામાં આવે છે.

 ખાસ કરીને આ ઇઅરિંગ્સ વેસ્ટર્ન કપડા પર પહેરવા માટે બનાવવામાં આવ્યા છે, પણ ઇંડિયન કપડા પર પણ લોકો પસંદ કરી રહ્યા છે. તે ઝુમકા અને શૅન્ડલિયર ઇયરિંગસ કરતા વધારે હલકા હોય છે. સ્પેશિયલ ઇવેન્ટ્સની સાથેજ રેગ્યુલરમાં પણ આ ઇયરિંગ્સ પહેરી શકાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter