અમેરિકા અને કોરિયા દુશ્મની ભૂલી શકે તો પાકિસ્તાન અને ભારત આમ કરી શકે નહીં?

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફે ભારતને પાકિસ્તાન સાથે શાંતિ માટેની વાતચીત શરૂ કરવા હાકલ કરી છે. શાહબાઝ શરીફે કહ્યુ છે કે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે સિંગાપુર શિખર વાતચીત પાડોશી દેશો પાકિસ્તાન અને ભારત માટે એક સારું ઉદાહરણ હોવું જોઈએ. તેમણે કહ્યુ છે કે જો અમેરિકા અને નોર્થ કોરિયા વાતચીત કરી શકે છે. તો ભારત અને પાકિસ્તાન આમ કેમ કરી શકે નહીં?

શાહબાઝ શરીફે ટ્વિટ કરીને કહ્યુ છે કે કોરિયન યુદ્ધના શરૂ થયા બાદથી બંને દેશો એકબીજાના માર્ગમાં અડચણો અટકાવતા રહ્યા છે. બંને એકબીજા વિરુદ્ધ પરમાણુ શસ્ત્રો સાથે લશ્કરનો ઉપયોગ કરવાની ધમકી આપતા રહ્યા છે. જો અમેરિકા અને ઉત્તર કોરિયા પરમાણુ મામલે વિવાદના શિખર પરથી પાછા ફરી શકતા હોય તો એનું કોઈ કારણ નથી કે પાકિસ્તાન અને ભારત આમ કરી શકે નહીં. જો કે શાહબાઝ શરીફે આની શરૂઆત રાગ કાશ્મીર આલાપતા કહ્યુ છે કે હાલનો સમય આપણા વિસ્તારમાં વ્યાપક શાંતિ વાટાઘાટનો છે.

કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો ફરીથી શરૂ થવી જોઈએ

આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ધ્યાન લગાવવું જોઈએ. કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો ફરીથી શરૂ થવી જોઈએ. તેમણે કહ્યુ છેકે અમેરિકા અને નોર્થ કોરિયાની વાતચીત પાકિસ્તાન અને ભારત માટે આદર્શ હોવી જોઈએ. પીએમએલ-એનના પ્રમુખ શાહબાજ શરીફે કહ્યુ છે કે 25 જુલાઈએ યોજાનારી ચૂંટણીઓમાં જો તેમની પાર્ટી સત્તામાં આવશે. તો તેઓ અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે પ્રાદેશિક સ્તરે શાંતિને પ્રોત્સાહિત કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter