આ વિદેશી ખેલાડીએ ઓમ નમ:શિવાયનું ટેટૂ ચિતરાવ્યું

સામાન્ય રીતે ઘણાં ખેલાડીઓ શરીર પર ટેટૂ ચિતરાવતા હોય છે, પરંતુ આજકાલ સોશ્યલ મીડિયા પર એક ખાસ ટેટૂ ચર્ચાનો વિષય બન્યું છે. ફૂટબોલ કલબ આર્સેનલના ખેલાડી થિયો વાલકટે પોતાના શરીર પર ચિતરાવેલ ટૂટે બહુર્ચચિત બન્યું છે. આ ખેલાડીએ પોતાના શરીરના પીઠની પાઠળ ઓમ નમ: શિવાય નું ટેટૂ દોરાવ્યું છે.

જો કે, તેની આ તસવીર ટ્વિટર પર તેણે મૂક્યા બાદ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વાલકટને પોતાની છેલ્લી મેચ ચેલ્સી સામે રમી હતી. જેમાં તેણે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter