રાજપથ ક્લબનો કઠોર કોચ, આખરે એવું તો શું કારણ છે કે ગંભીર ઘટનાની ફરિયાદ નથી કરાઇ?

અત્યારસુધીમાં વિવિધ કારણોસર વિવાદમાં આવી ચૂકેલી રાજપથ ક્લબ આ વખતે તેના સ્વિમીંગ કોચના કારણે વિવાદમાં આવી ગઇ છે. રાજપથ ક્લબનો આ સ્વિમીંગ કોચ જાણે કઠોર બની ગયો અને તેણે સ્વિમીંગ શીખવા આવતી બાળકીને માર માર્યો.રાજપથ ક્લબના સ્વીમીંગ પુલ પાસેથી જ મોબાઇલ કેમેરામાં કેદ કરાયેલો આ વીડિયો

 

રાજપથ ક્લબની નીતિ રિતી સામે ગંભીર સવાલ પેદા કરનારો છે. આ વીડિયોમાં દેખાય રહેલો સ્વીમીંગ કોચ જેનું નામ હાર્દિક છે.  હાર્દિક જેને ધમકાવી રહ્યો છે તે તેની સ્ટુડન્ટ છે. સાંભળો કેવી રીતે આ કોચ હાર્દિક પહેલા બાળકીને બોલાવે છે  અને ત્યારબાદ તેને વ્હીસલની દોરી વડે ફટકારે છે.

ત્યાં સુધી કે રિતસરનો અવાજ સંભળાય છે. ત્યારે જો દૂરથી મોબાઇલ કેમેરામાં શૂટ કરાયેલો આ વીડિયોમાં આટલો અવાજ સંભળાતો હોય તો આ બાળકીને કેટલું વાગ્યુ હશે.

 

હાર્દિક આવું એક નહીં પણ બે બાળકી સાથે કરે છે. આમ છતા આ બાળકીના માતાપિતાએ કોઇપણ કારણસર આ ગંભીર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પણ કોઇપણ પ્રકારની ફરિયાદ કરી નથી.

આટલી ગંભીર ઘટના પછી રાજપથ ક્લબે તો માત્ર એટલું કહીને પીછો છોડાવી લીધો છે કે કોચ હાર્દિક અને વાલીઓ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. પોલીસ ફરિયાદ અંગે પૂછતા એવું કહ્યુ કે માતાપિતાએ તેમને કોઇપણ પ્રકારની કંપ્લેન કરી નથી.

 

બેશર્મીની હદ તો ત્યારે થઇ જ્યારે ઘટનાના કલાકો સુધી કોચ મીડિયા સામે ન આવ્યા. પણ જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીમાં પોતાની સફાઇમાં એટલું કહ્યું કે પોતાની કરતૂત પર કોઈ અફસોસ નથી. અને પટ્ટાથી કોઈને માર્યું નથી. જે બન્યું તે વાલીઓની હાજરીમાં બન્યું છે.

રાજ્પથ ક્લબમાં એલિટ ક્લાસના મેમ્બર છે અને જે લાખોની ફી ભરી આવી છે. ત્યારે આટલી રેપ્યુટેડ ક્લબમાં આ પ્રકારની ઘટના બને ત્યાં સુધી કોઇ આ કોચને રોકતું નથી. સુરક્ષા સામે ગંભીર સવાલ તો એ થાય કે જ્યાં સ્વિમીંગ થતુ હોય છે.

રાજપથ ક્લબ સામે અનેક સવાલો છે અને ક્લબના સંચાલકો ગોળ ગોળ જવાબ આપીને આ આખીયે ગંભીર ઘટના પર ઢાંક પીછોડો કરતું નજરે પડે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter