ગુજરાતમાં 4 દિવસમાં ક્યાં કેટલો થશે વરસાદ : હવામાન વિભાગે જાહેર કર્યો ચાર્ટ

મુંબઇમાં અતિ ભારે વરસાદ બાદ હવે ચોમાસું ગુજરાત તરફ ફંટાઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયા પછી હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસમાં ક્યાં કેટલો વરસાદ થશે તેની આગાહી કરી છે. આગાહી પ્રમાણે 10મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. ગુજરાત માટે સૌથી સારા સમાચાર અે છે કે, ગુરૂવારથી ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.રાજસ્થાનવાળી સિસ્ટમ દક્ષિણ તરફ સરકશે. અેક બહોળું સરક્યુંલેશન કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અેમપી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પ.બંગાળ સુધી છવાશે. 13મી અાસપાસ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધીના ભાગોમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં 14મી અાસપાસ અને 17મી સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે.

ક્યાં કેટલો ક્યારે થશે વરસાદ…

11મી જુલાઇએ ભારે વરસાદ- બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, દાદરા નગર હવેલી અને દમણ

12મી જુલાઇએ ભારે વરસાદ- સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, દાદરાનગર હવેલી, દમણ

13મીએ ભારે વરસાદ- બનાસકાંઠા, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, દાદરાનગર હવેલી, દમણ

14મી જુલાઇએ ભારે વરસાદ- નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, દીવ રાજ્યના બાકી જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાના અણસાર છે.

forecast-for-5-days-heavy-rain-in-gujarat

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter