બિગેસ્ટ હોલિવુડ હોરર કૉન્જ્યુરીંગ-3નું ટ્રેલર આવ્યું સામે

હોલિવુડની સુપરહિટ હોરર ફિલ્મ કૉન્જ્યુરીંગનું ટ્રેલર રિવીલ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હોરર સાથે સસ્પેન્સ પણ છે, જે અગાઉની બંન્ને પાર્ટની કડીને જોડશે. ફિલ્મનું ટ્રેલર રિવીલ કરવાની સાથે જ યુટ્યુબ પર તે ધુમ મચાવી રહ્યું છે.

ફિલ્મની શરૂઆતમાં જ વોઇસઓવર દર્શાવવામાં આવ્યો છે. જે પછી આ હોરર ટ્રેલરની શરૂઆત થાય છે. જ્યાં ટ્રેલરમાં જ બોલાતો સંવાદ કે, અમારો ઇતિહાસ ખૂબ જૂનો છેથી ફિલ્મ કૉન્જ્યુરીંગના અગાઉના બંન્ને પાર્ટને કનેક્ટ કરશે.

 

કૉન્જ્યુરીંગના પહેલા પાર્ટ સાથે જેમ્સ વાનનું નામ જોડાયેલું હતું. જેના કારણે ફિલ્મની હાઇપ પણ વધેલી અને ફિલ્મે 1.1 બિલિયનની દુનિયાભરમાંથી કમાણી કરી હતી. ફિલ્મની સફળતાથી પ્રેરાઇને કૉન્જ્યુરીંગ 2 અને બાદમાં એનાબેલા પણ બનાવવામાં આવી હતી. આ ફિલ્મો બોક્સઓફિસ પર એટલી સફળ પૂરવાર થઇ કે બાદમાં તેની સિરીઝ બનાવવામાં આવી. પરંતુ પહેલા પાર્ટને જે સફળતા મળી તેવી બીજા પાર્ટને નહોતી મળી. જોકે હોરર નનની કહાની બોક્સઓફિસ પર કેવો હોરર ચાર્મ બતાવે છે તેની રાહ જોવી રહી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter