રાજ્યના આરોગ્ય વિભાગના દરોડા, ફાઇવ અને ફોર સ્ટાર હોટલો ટાર્ગેટ કરાઈ

રાજ્યના મોટા શહેરોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. વડોદરાની નામાંકિત ફાઈવસ્ટાર અને ફોરસ્ટાર હોટલોમાં પાલિકાના આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યું. વડોદરાના અકોટામાં આવેલી તાજવે હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું. આ ચેકીંગમાં ચટણી. રાઈસ અને બગડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડુમસ રોડની હાઈફાઈ ગણાતી ટીજીબી હોટેલમાં તપાસ કરી હતી. અધિકારીઓ દ્વારા હોટેલના કિચન વિભાગમાંથી ચીઝ, માખણ, છોલે સબ્જી અને ગ્રેવી જેવા ખાદ્ય પદાર્થના સેમ્પલો લેવામાં આવ્યા હતા.

જે સેમ્પલો હાલ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. જામનગરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની 5 જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 10 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો.

જામનગરની હોટેલ પ્રેસિડન્ટ, હોટેલ કલ્પના, હોટેલ સેલિબ્રેશન, હોટેલ આરામ અને હોટેલ કલાતિતમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ તરફ ભાવનગરની ત્રણ રેસ્ટોરન્ટમાં વપરાતા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઇ તેને સરકારી લેબોરેટરી મોકલી આપવાની કામગીરી કરવામાં આવી.

વડોદરા

તો આ તરફ વડોદરાની નામાંકિત ફાઈવસ્ટાર અને ફોરસ્ટાર હોટલોમાં પાલિકાના આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યું. વડોદરાના અકોટામાં આવેલી તાજવે હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું. આ ચેકીંગમાં ચટણી. રાઈસ અને બગડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ

અમદાવાદની લક્ઝુરિયસ હોટલોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું. અમદાવાદની મેરિયોટ ઉપરાંત ક્રાઉન પ્લાઝા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું. ક્રાઉન પ્લાઝા હોટલમાંથી તરબૂચના જ્યુસ સહિતના નમુના લેવામાં આવ્યા હતા.

જામનગર

જામનગરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની 5 જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 10 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. જામનગરની હોટેલ પ્રેસિડન્ટ, હોટેલ કલ્પના, હોટેલ સેલિબ્રેશન, હોટેલ આરામ અને હોટેલ કલાતિતમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

ભાવનગર

ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાંથી ફૂડના નમૂના લેવાયા હતા. ભાવનગરની ત્રણ રેસ્ટોરન્ટમાં વપરાતા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઇ તેને સરકારી લેબોરેટરી મોકલી આપવાની કામગીરી કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter