અમદાવાદમાં શનિવારે 141મી રથયાત્રા નીકળશે ત્યારે સૌથી મોટો ખતરો આ હશે

આગામી દિવસોમાં ચોમાસાનો પ્રારંભ થશે સાથે જ અષાઢી બીજે રથયાત્રા પણ યોજાશે. આ બાબતને જોતા અમદાવાદ મહાનગર પાલિકાએ  ભયજનક મકાનોનો સર્વે કરી 386  મકાન ધારકોને નોટીસ ફટકારી છે. ત્યારે સૌથી વધુ ભયજનક 117 જેટલા મકાન ખાડિયામાં છે. અમદાવાદનો કોટ વિસ્તાર સૌથી જુનો વિસ્તાર છે. જુના અમદાવાદમાં અને ખાસ કરીને કોટ વિસ્તારમાં મોટા ભાગના મકાનો જુના અને જર્જરીત છે.

આ જર્જરીત મકાનો ગમે ત્યારે પડી શકે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી સીઝનમા આવા મકાનો પડવાની ઘટના બનતી હોય છે. જુન માસમાં ચોમાસાનો પ્રારંભ થશે.. આ સાથે રથયાત્રા પણ યોજાશે. રથયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થાય છે અને લાખો ભક્તો તેમા જોડાય છે. આ બાબતને જોતા તકેદારીના ભાગ રુપે અમદાવાદ મહાનાગરપાલિકાએ આવા મકાનોના સર્વે કરી નોટીસ આપી છે. તંત્રનુ માનીએ તો કોટ વિસ્તારમા આવા 386 મકાન આવેલા છે જેમા સૌથી વધુ મકાન ખાડિયા-1માં છે.

વોર્ડ પ્રમાણે જર્જરીત મકાનોની સંખ્યા પર નજર કરીએ તો…

વોર્ડ મકાનોની સંખ્યા
દરિયાપુર 103
શાહપુર 08
ખાડિયા-1 98
ખાડિયા-2 117
અસારવા 08
શાહીબાગ 15
જમાલપુર 37

કોટ વિસ્તારના મકાનોની સ્થિતિ વિકટ છે. જુના મકાનો રીનોવેશન કરવા માટે ચોક્કસ નીતી નહીં હોવાથી રીપેર કરાવા હોય તો પણ તેને રીપેર કરાવી શકાતા નથી. આ સાથે કેટલાક મકાનોમાં માલિક-ભાડુઆત વચ્ચે કોર્ટ કેસ ચાલે છે. જેથી મરામત થઇ શકતી નથી. આમ આ પ્રકારના જર્જરીત મકાન કેટલાયની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter