ભારતમાં બંધ થઈ શકે છે IPhone, આ છે કારણ

મોબાઈલ નિર્માતા કંપની એપલની મુશ્કેલી ભારતમાં વધી શકે છે. કારણકે ટ્રાઈ (Telecom Regulatory Authority)એ ફેક કોલ્સ અને સ્પૈમ મેસેજને રોકવા માટે ટેલીકૉમ કંપનીઓ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. એવામાં એપલની સાથે ચાલી રહેલા ટ્રાઈની ચર્ચાને જોઈને લાગી રહ્યુ છે કે ટ્રાઈ એપલ વિરુદ્ધ કોઈ મોટું પગલુ ભરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રાઈ, એરટેલ, વોડાફોન જેવી કંપનીઓને નોટીસ આપી એપલનું રજીસ્ટ્રેશન બંધ કરી શકે છે. જેનાથી એપલ ભારતીય નેટવર્ક પર કામ કરવાનું બંધ કરી શકે છે.

આ છે કારણ

અહીં જણાવવાનું કે ઘણા દિવસોથી એપલ અને ટ્રાઈ વચ્ચે ડૂ નૉટ ડિસ્ટર્બ એપને લઇને ચર્ચા ચાલી રહી છે. કારણ કે ટ્રાઈએ આઈફોન યુઝર્સ માટે ડીએનડી એપનું નવુ વર્ઝન ડીએનડી 2.0 બનાવ્યું છે. પરંતુ એપલે આ એપને પોતાના પ્લે સ્ટોર પર જગ્યા આપી નહીં. ટ્રાઈનું કહેવુ છે કે એપલ આ એપને પોતાના પ્લે સ્ટોરમાં આપે જેને કારણે યુઝર્સને ફેક કોલ્સ અને સ્પૈમ મેસેજથી છૂટકારો મળે.

ટ્રાઈએ ઉઠાવ્યો આ સવાલ

ખરેખર ટ્રાઈએ સ્પષ્ટ કહ્યું કે જો સ્માર્ટફોન કંપની એપલ પોતાના આઈફોનમાં આ એપને જગ્યા નહીં આપે તો આઈફોન ભારતીય નેટવર્ક પર કામ કરવાનું બંધ કરી દેશે. તો અમેરિકન કંપની એપલનું આ મામલે કહેવુ છે કે ડીએનએ એપ યુઝર્સના કોલ્સ અને મેસેજ રેકોર્ડ કરવાની પરવાનગી માંગે છે, જેનાથી યુઝર્સની પ્રાઈવસી પર સંકટ છે. સાથે જ કંપનીનું કહેવુ છે કે તે ટ્રાઈ એપની જગ્યાએ તે પોતાની એપ વિકસિત કરશે.

ટ્રાઈની નવી ગાઈડલાઈન

ટ્રાઈએ દેશની બધી ટેલિકોમ કંપનીઓને આ નિર્દેશ આપ્યો છે કે તેમના નેટવર્ક પર બધી રજીસ્ટર્ડ ડિવાઈસ પર ડીએનડી એપના 2.0 વર્ઝનના રેગ્યુલેશનના નિયમ 6 (2) (e) અને 23 (2)(d) હેઠળ નેટવર્કની પરવાનગી મળે. એવામાં જો કોઈ ટેલિકોમ ઓપરેટર પરના રજીસ્ટર્ડ ડિવાઈસ પર ડીએનડી એપની પરવાનગી નહીં મળે તો તેના રજીસ્ટ્રેશનને ટેલિકોમ નેટવર્કથી રદ્દ કરી દેવામાં આવશે. જોકે, ગુગલ પોતાના પ્લે સ્ટોરમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ડુ નૉટ ડિસ્ટર્બ એપનુ 2.0 વર્ઝન ઉપલબ્ધ કરાવ્યુ છે. આ સ્થિતિમાં જો એપલ ટ્રાઈના આ નિર્ણયને અવગણે તો આઈફોનનુ રજીસ્ટ્રેશન ટેલિકોમ નેટવર્કથી રદ્દ થઇ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter