GSTV
Home » News » જો તમારો ફોન વારંવાર હેંગ થતો હોય તો અપનાવો આ ટિપ્સ

જો તમારો ફોન વારંવાર હેંગ થતો હોય તો અપનાવો આ ટિપ્સ

આજકાલ બજારમાં દરેક પ્રકારના સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમાં યૂઝર્સની સુવિદ્યા માટે દરેક પ્રકારના ફિચર્સ હોય છે. જો કે, એક તરફ મલ્ટીટાસ્કીંગ કામ માટે ફોનમાં 6 GB સુધીની રેમ આપવામાં આવી રહી છે. જ્યારે 5000 એમએએચ સુધીની બેટરીવાળા સ્માર્ટફોનને વારંવાર ફોન ચાર્જ કરવાની ઝંઝટને ઘણી હદ સુધી ખત્મ કરવામાં આવ્યું છે. આમ છતાં યૂર્ઝસને એક મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે મોબાઇલ હેંગ થવાનો છે. સ્માર્ટફોન અવાર-નવાર હેંગ થવો મોબાઇલ યૂઝર્સ માટે માથાનો દુ:ખાવો બન્યો છે.

જાણો, કેમ થાય છે સ્માર્ટફોન હેંગ

મેસેજ ટાઇપ કરવાથી લઇને એપ ખોલવા સુધીની દરેક પ્રક્રિયા સુધી તમારે રાહ જોવી પડે છે. આવું ફોનની સ્પીડ ઓછી થવાના કારણે થાય છે. ફોનમાં સ્પીડ ઓછી હોવાના અનેક કારણો હોઇ શકે છે. જેમ કે મેમરી ફૂલ થઇ જવી અથવા ફોનમાં વાયરસ આવી જવો. જો કે આ સમસ્યાથી કંટાળી ગયેલા યૂર્ઝસને અહીં આ સમસ્યાને હલ કરવાની ટ્રિક બતાવવામાં આવી રહી છે. જેનાથી મોબાઇલ ત્રણ ગણો વધારે ઝડપથી કામ કરવા લાગશે.

આ રીતે બનાવી શકો છો સ્માર્ટફોનને ઝડપી

આના માટે તમારે સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જવું પડશે ત્યાર બાદ સૌથી નીચે About ના ઓપ્શન પર ટૅપ કરવાનું છે. હવે તમારી સ્ક્રિન પર Build number નો વિકલ્પ હશે. જેના પર પાંચથી સાત વખત ટૅપ કરો. આના પર ટૅપ કરવાથી જ મોબાઇલ સેટિંગમાં જ ડેવલપર ઓપ્શન ખુલી જશે. હવે આ ઓપ્શન પર ટૅપ કરો. અહીં તમને ત્રણ વિકલ્પ Window tramsition, Scale, Animator Duration Scale અને Simulate secondary display જોવા મળશે.

દરેક વિકલ્પ પર ટૅપ કરી તેને ઓફ કરી દો

આવું એટલટા માટે કરવાનું છે કારણ કે તમામ એનિમેશન ફોનના ડેાનો ઉપયોગ કરે છે અને સાથે જ રેમ અને મેમરીનો પણ ઉપયોગ કરે છે. આવું કરતા જ તમારો ફોન વધુ સ્માર્ટ થઇ જશે અને પહેલાની સરખામણીએ વધારે ઝડપથી કામ કરવા લાગશે.

Related posts

IPL 2019: નિર્ણાયક તબક્કે જ આઈપીએલની ચમક ફીકી પડશે, આ વિદેશી ખેલાડીઓ છે જવાબદાર

Bansari

ફેસબુક પર લાગી શકે છે 3.5 અબજ રૂપિયાનો દંડ, જાણો કારણ

Mansi Patel

Video: સલમાન ખાન અને બોડીગાર્ડ શેરાએ યુવક સાથે કરી મારપીટ, પીછો કરવાની આપી આવી સજા

Bansari