ટાટાની મહત્વની બેઠકઃ પ્રાઇવેટ લિમિટેડ બનવા અંગે થશે નિર્ણય, સાયરસનો વિરોધ

ટાટા સન્સની આજે  વાર્ષિક બેઠક છે જેમાં જૂથની કેટલીક મહત્વની બાબતો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં સૌથી મહત્વની ચર્ચા  ટાટ જૂથના પ્રાઇવેટ લિમિટેડ બનવા અંગેની થશે. ટાટ સન્સ પબ્લિક લિમિટેડમાંથી પ્રાઇવેટ લિમિટેડ બનાવ માંગે છે જોકે સાયરસ મિસ્ત્રીએ તેનો વિરોધ કર્યો છે.

શાપુરજી પાલોનજી મિસ્ત્રી પરિવાર ટાટા સન્સને પ્રાઇવેટ લિમિટેડ કરવાના વિરોધમાં છે મિસ્ત્રી પરિવારે ટાટ ગ્રુપ ઓફ કંપનીને પત્ર લખીને આ પ્રસ્તાવ વિરૂદ્ધ વોટ કરવા કહ્યું છે. મિસ્ત્રી પરિવારના જણાવ્યા પ્રમાણે પ્રાઇવેટ લિમિટેડ કરવાથી  શેર હોલ્ડર્સને નુકસાન થશે અને ગ્રુપના  ગર્વનન્સના કાયદા વિરૂદ્ધ પણ આ બાબત છે

ગુરૂવારે એટલે કે આજે યોજાનારી એજીએમમાં આ પ્રસ્તાવ પર વોટિંગ થશે. અને મિસ્ત્રી પરિવારના વિરોધને જોતા આ મીટિંગમાં હોબાળો થાય તેવી પણ શક્યતા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter