Archive

Tag: Gujarat Elections 2017

પાસ માટે હાર્દિક પટેલનો નિર્ણય માન્ય ગણાશે: હિમાંશુ હિરપરા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો માટે કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે 77 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં પાસના સભ્યોને વધુ મહત્વ ન આપતાં પાસના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. તો પાટીદાર અનામત આંદોલન ચલાવતાં પાસમાં આંતરિક વિખવાદ સર્જાયો હોય તેવું લાગી રહ્યું…

મારા પર કોઈ દબાણ કરાયુ નથી, કોંગ્રેસ પક્ષને વફાદાર રહીં કામ કરતો રહીશ: કિરણ ઠાકોર

કોંગ્રેસે ભરૂચ બેઠક પર કિરણ ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે બાદમાં કોંગ્રેસે કિરણ ઠાકોરને હટાવી જયેશ પટેલને ટિકિટ આપી છે ત્યારે આ મામલે કિરણ ઠાકોરે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, મારા પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. પક્ષને વફાદાર રહીંને હું…

બનાસકાંઠાના ભાજપ સાંસદ લીલાધર વાઘેલા ભાજપ હાઈકમાન્ડથી નારાજ

બનાસકાંઠાના ભાજપ સાંસદ લીલાધર વાઘેલા ભાજપ હાઇકમાન્ડથી નારાજ છે. પુત્ર દિલીપ વાઘેલા માટે ડીસા બેઠક પરથી ટિકિટની માંગ લીલાધર વાઘેલાએ કરી હતી. જે માંગણી પૂર્ણ ન થતાં લીલાધર વાઘેલા ફરી એકવખત મુલાકાતે પહોંચ્યા છે. આ અંગે રજૂઆત કરવા માટે લીલાધર…

હાર્દિક પટેલ AICCના નેતાઓ સાથે સંપર્કમાં, મંગળવારે કરી શકે છે મોટી જાહેરાત: સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને લઈને કેન્દ્ર સ્થાને રહેલા હાર્દિક પટેલે ચૂંટણીમાં કોને સમર્થન આપવુ તેને લઈને પત્તા ખોલ્યા નથી. આ સવાલ એટલા માટે પણ ઉઠે કે ઉમેદવારોના ફોર્મ ભરાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી અનામત મુદ્દે પાસની ટીમે…

અનામત મુદ્દે કોંગ્રેસ ઉલ્લુ બનાવે છે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો તૈયાર: અરૂણ જેટલી

અમદાવાદ આવેલા કેન્દ્રીય નાણાંપ્રધાન અને ચૂંટણી પ્રભારી અરૂણ જેટલી કોંગ્રેસ પર વરસ્યા છે. અરૂણ જેટલીએ કોંગ્રેસ-પાસની મિલીભગત અને કાર્યકરો વચ્ચેની મારામારી પર નિશાન સાધ્યું હતુ. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે. સુપ્રીમના ચુકાદા મુજબ 50 ટકાથી વધુ અનામત…

ભાજપના હોદ્દેદાર બુદ્ધનાનો ભાજપ પર આક્ષેપ, કરંજ વિધાનસભાની ટીકિટ 10 કરોડમાં વેચવામાં આવી

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ભાજપે અત્યાર સુધી ત્રણ યાદી જાહેર કરી છે. આ યાદી જાહેર કરતાંની સાથે વિરોધનો સૂર શરૂ થયો છે. ભાજપના હોદ્દેદાર ભીમજી બુદ્ધનાએ ભાજપ પર મોટો આક્ષેપ કરતાં કહ્યું કે, કરંજ બેઠક 10 કરોડમાં વેચવામાં આવી…

ધાંગધ્રા અને હળવદના પાસના કાર્યકરોએ ભાજપમાં ઘરવાપસી કરતાં રાજકારણ ગરમાયું

કોંગ્રેસે ઉમેદવારોની જાહેર કરેલી પહેલી યાદી બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ થયો હતો. આજે ધાંગધ્રા અને હળવદના પાસના કન્વીનર ભાજપ પ્રદેશ કાર્યાલયે પહોંચી જતા રાજકારણ ગરમાયું છે. આ તમામ કન્વીનરોએ ભાજપમાં ઘરવાપસી કરતાં રાજકારણ ગરમાયું છે. આ કન્વીનરો પહેલા…

ભાજપના ઉમેદવાર રાઘવજી ગડારાએ ટંકારા બેઠક પર ઉમેદવારી પત્રક ભર્યુ

ભાજપે ટંકારા બેઠક પર રાઘવજી ગડારાને ટીકિટ આપી છે, ત્યારે રાઘવજીએ મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું છે. તો ટંકારા બેઠક પર ચૂંટણી જીતવાનો આશાવાદ રાઘવજી પટેલે વ્યક્ત કર્યો હતો. ઉમેદવારી પત્રક ભરતી વખતે રાઘવજી ગડારાના પાંચ હજારથી વધારે સમર્થકો…

વિભાવરીબહેન દવેએ ભાવનગર પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યુ

ભાવનગર પૂર્વ બેઠક પર વિભાવરીબહેન દવેએ ઉમેદવારી પત્રક ભર્યું છે. તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતાં. વિભાવરીબહેન માટે ભાવનગર આવેલા આનંદીબહેને અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતાં. ત્યારબાદ આનંદીબહેને દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો પ્રારંભ…

કોંગ્રેસને ઉગારવા રાહુલ ગાંધીએ આ પડકારોનો સામનો કરવો પડશે

લાંબા સમયથી રાહુલ ગાંધીની કોંગ્રેસ અધ્યક્ષ બનાવાની ચર્ચા પર હવે પૂર્ણ વિરામ તો લાગ્યું છે. ગણતરીના દિવસોમાં જ હવે તેમને અધ્યક્ષનો તાજ પહેરાવીને પાર્ટીની કમાન સોંપી દેવાશે. પણ રાહુલ ગાંધીના આ પથ પર પડકારો ઓછા નથી. ગાંધી પરિવારના 47 વર્ષના…

સુરત: કોંગ્રેસે લીંબાયત બેઠક પર આયાતી ઉમેદવારને ટીકિટ આપતાં સ્થાનિક કાર્યકરો નારાજ

સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક ભડકો થવાની સંભાવના છે. સુરત મહિલા સંગઠનના પ્રમુખ સહિત 15 મહિલા કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. જ્યારે કે કોંગ્રેસી કોર્પોરેટર ઈકબાલ બેલીમે પણ નારાજગી ઠાલવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે મુસ્લિમ સમાજની મજાક…

ભાજપના કાળુભાઈ ચાવડાએ ખંભાળીયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ

ખંભાળીયા વિધાનસભા બેઠક પરથી કાળુભાઇ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. કાળુભાઇ ચાવડાએ ખંભાળીયા ખાતે કાર્યકરોની વચ્ચે સભા સંબોધી અને ત્યારબાદ ખંભાળીયા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું. આ સમયે જીલ્લાના સાંસદ પૂનમ માડમ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં…

કોંગ્રેસમાં વિખવાદ, રાજકોટ ગ્રામ્ય બેઠક પર એકસાથે બે ઉમેદવારે ઉમેદવારી નોંધાવી

રાજકોટની ગ્રામ્ય બેઠક પર વિખવાદ થતા કોંગ્રેસમાંથી બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાંથી વશરામ સાગઠીયા અને સુરેશ બથવર બંનેએ ફોર્મ ભર્યું છે. બંનેમાંથી એકેય ઉમેદવારને પક્ષે હજુ મેન્ડેટ આપ્યો નથી. તેમ છતા બંને ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસનો આંતરીક જૂથવાથ સપાટી…

24 નવેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, રાહુલ ગાંધી 24 નવેમ્બરે અમદાવાદમાં રોડ શો કરશે. અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ…

કોંગ્રેસે મોરબી માળીયા બેઠક પર બ્રિજેશ મેરજાને ટીકિટ આપતાં સ્થાનિક કાર્યકરોમાં નારાજગી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આ વખતની ચૂંટણીમાં વિભિન્ન આંદોલનોને કારણે ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ઘણોખરો ફેરફાર થાય તો નવાઈની વાત નથી. રવિવારે મોડી રાત્રે કોંગ્રેસ પક્ષે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મોરબી જિલ્લાના મોરબી માળીયા બેઠક…

ભાજપે નવસારી વિધાનસભામાં ઉમેદવારના નામની જાહેરાત ન કરતાં સમર્થકોમાં નારાજગી

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના ચોખટાઓ ગોઠવી દીધા છે. જોકે, નવસારી વિધાનસભામાં હજી સુધી ઉમેદવારના નામની જાહેરાત ન થતાં ગત ટર્મના ધારાસભ્ય પિયુશભાઇ દેસાઈના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. પિયુષભાઈને નવસારી વિધાનસભામાં ટીકીટ ન ફાળવવામાં આવે તો નગરપાલિકા અને…

ભાજપના પબુભા માણેકે દ્વારકા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ

દ્વારકા વિધાનસભા બેઠક પર છેલ્લી 6 ટર્મથી ચૂંટાઈ આવતાં પબુભા માણેકને ભાજપે રિપિટ કર્યા છે. પબુભા માણેકે સાતમીવાર ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમની સાથે ભાજપના સાંસદ પૂનમ માડમ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી છે. અર્જુન મોઢવાડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવતા પોતાની જીતનો દાવો કર્યો છે. પોરબંદર બેઠક પર ભાજપમાંથી પ્રધાન બાબુ બોખીરિયા મેદાનમાં છે. એટલે અહીં બે બળીયા ઉમેદવારો વચ્ચે બળના પારખા થવાના છે.

ભાજપના રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપે રાઘવજી પટેલની જાહેરાત કરતાં રાઘવજી પટેલે ઉમેદવારી પત્રક ભર્યુ છે. ઉમેદવારી પત્રક ભરતાં પહેલા રાઘવજી પટેલે ભાજપના આગેવાન સહિત કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાઘવજી પટેલે પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્રક…

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાંથી કયા સ્ટાર પ્રચારકો ચૂંટણીસભા ગજવશે?

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ૪૦-૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ ૨૧ નવેમ્બર છે અને…

જામનગર: ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર હકુભા જાડેજાએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ

જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર હકુભા જાડેજાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ જોડાયા હતા. પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે આજે ભાજપના જામનગર ઉત્તર બેઠકના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ પણ કરવામા આવ્યો હતો.

રાજકોટ પશ્ચિમથી CM વિજય રૂપાણીએ ઉમેદવારી નોંધાવી,હજારો કાર્યકરોને કર્યું સંબોધન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પ્રભારી અરૂણ જેટલીની હાજરીમાં વિજય રૂપાણીએ ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમણે મોટી જાહેરસભા યોજી હતી અને હજારો કાર્યકરોને સંબોધન કર્યું હતું. સાથે જ સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા….

ભાજપે ત્રીજી યાદીમાં 28 ઉમેદવારો જાહેર કર્યા, 15 સીટિંગ ધારાસભ્યોની ટીકિટ કપાઈ

ભારતીય જનતા પાર્ટીએ વધુ 28 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 15 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે, જેમાં વસુબેન ત્રિવેદી, તારચંદ છેડા, અને વલ્લભ વઘાસિયા સહિતના ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. તો નવ ધારાસભ્યોને રીપીટ કર્યા છે. તો જૂના કેટલાક ધારાસભ્યોની…

એનસીપી હવે તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો રાખશે ઉભા

એનસીપીનું  કોંગ્રેસ સાથેનું  ગઠબંધન તૂટ્યું જેના લીધે હવે એનસીપી ગુજરાત ચૂંટણીમાં દરેક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે જેના વિષે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પાસે એનસીપીએ  આ ચૂંટણીમાં ૧૫ જેટલી બેઠકો માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ ગઈ…

આજે વિજય મૂર્હુતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક માટે આજે 20મી નવેમ્બરે વિજય મૂર્હુતમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરશે છે. આ પ્રસંગે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી સહિતના ભાજપના નેતાઓ, આગેવાનો સહિતના મહાનુભાવો પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં આજે સાંજે અરૂણ જેટલી કર્ણાવતી ક્લબના…

૨૧ નવેમ્બર બાદ રાજ્યમાં દરેક પક્ષોના સ્ટાર પ્રચારકો ગજવશે સભાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્યમાં દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. તો એમ અ પણ ભાજપ અને કોંગ્રેસ બંનેએ ૪૦-૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ચૂંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ…

જાણો કોંગ્રેસમાં 77 ઉમેદવારોના નામની જાહેરાત થતાં રાજ્યમાં ક્યાં-ક્યાં સર્જાયું ધમાસાણ

કોંગ્રેસ પહેલા તબક્કા માટે 77 ઉમેદવારોના નામની જાહેરાત કરતા પાસમાં ધમાસાણ સર્જાયું છે. કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદી જાહેર થતાની સાથે જ પાટીદારોના નામે ટિકિટ ફાળવણીના મુદ્દે થયેલી બબાલ બાદ પહેલા સુરત અને ત્યારબાદ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે માથાકૂટ થઇ હતી….

કોંગ્રેસે પ્રથમ તબક્કામાં 77 ઉમેદવારોની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટે કોંગ્રેસે પ્રથમ તબક્કામાં 77 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને માંડવી બેઠક પરથી ઉતાર્યા છે. તો પાટીદાર નેતા લલિત વસોયાને ધોરાજી…

ભાજપે સીટિંગ ધારાસભ્યોની ટીકિટ કાપતાં સ્થાનિક કાર્યકરોમાં રોષ

ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવોરોની યાદી જાહેર કરતા વિરોધનો સૂર શરૂ થઈ ગયો છે. ભાજપમાં અનેક દાવેદાર એવા છે જેમની ટિકિટ કાપવામાં આવી છે. જેથી કાર્યકરો સહિત હોદ્દેદારોમાં રોષ ફેલાયો છે. જેથી રાજીનામાંનો દોર શરૂ થયો છે. તો ભાજપે ડેમેજ…