SHOCKING: બંધ થઇ શકે છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’!

લોકોને ખડખડાટ હસાવનાર સબ ટીવીનો લોકપ્રિય ટીવી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. આ શૉ વિવાદને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. સિખ સમુદાય આ શૉ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમણે આ શૉ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

ગુરુદ્વારા પ્રબંધક કમિટી(SGPC) ના વડા કૃપાલ સિંહ બાંદુગરે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, આ શૉ એ સિખોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી છે. સિખ ગુરુ ગોવિંદ સિંહને જીવિત સ્વરૂપમાં આ પ્રકારે બતાવું તેમનું અપમાન છે. આવું કરવું સિખ સિંદ્વાતોની વિરુદ્વ છે. કોઇ પણ અભિનેતા પોતાની જાતને ગુરુ ગોવિંદ સિંહના સમાન કેવી રીતે બતાવી શકે. આ ભૂલ માફીના લાયક નથી. તેમણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના રાઇટર અને ડાયરેક્ટરને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, ટીવી પર આ પ્રકારનો કન્ટેટ ના બતાવવામાં આવે.

જાણો શું છે સમગ્ર મામલો

હાલમાં એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન એક અભિનેતા સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકામાં નજરે આવ્યો હતો. આ એપિસોડ બાદ સિખ સમુદાય ગુસ્સામાં હતો. તેમનું કહેવું હતું કે, કોણ પણ જીવિત વ્યક્ત કેવી રીતે ગુરુનું સ્વરૂપ ધારણ કરી શકે? હવે જોવાનું એ રહ્યું કે, આ મામલામાં આગળ કેવો નવો વળાંક આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, આ મામલે કોઇ હજી સુધી કોર્ટ સુધી પહોંચ્યું નથી.

આ શૉ ને લઇને પણ થયો હતો વિવાદ

આ પહેલા પણ સોનીનો ‘પહેરેદાર પિયા કી’ ને તેના કન્ટેન્ટના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ મામલામાં સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીને આ શૉ પર પ્રતિબંધ કરવાની અપીલ કરાઇ હતી.ઉલ્લેખનીય છે કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ 28 જુલાઇ 2008થી પ્રસારિત થઇ રહ્યો છે. 9 વર્ષ સુધી આ શૉ દશર્કોને મનોરંજ પૂરું પાડી રહ્યો છે. ટીઆરપીમાં ટૉપ-10 શૉમાં સામેલ રહેલા આ શૉનું મુખ્ય પાત્ર દયા ભાભી અને જેઠાલાલની કેમિસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવી રહી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter