કાર લેવાનું વિચારો છો? તો આ ચાર SUVની કિંમત છે તમારા બજેટમાં!

જ્યારે પણ કાર લેવાની હોય ત્યારે કોઈ પણ ની પ્રથમ પસંદ એસ.યુ.વી. જ હોવાની જે તમને આપે છે, વધુ સ્પેસ, વધુ લોકો સમાઈ શકે તે માટે જગ્યા, તેમજ જેમાં સામાન રહી શકે તે માટે કરિયર ! પરંતુ તેની ઉંચી કિંમત દરેક ગ્રાહકને આડે આવે છે.
તો પેશ છે તમારી માટે એવી ચાર એસ.યુ.વી. નાં ઓપ્શન કે જેની કિંમત 9 લાખથી પણ કમ છે. આવો જાણીએ કયાં?
ફોર્ડ ઈકોસ્પોર્ટ


આ એક કોમ્પેક્ટ એસ.યુ.વી. કાર છે. જે પેટ્રોલ અને ડિઝલ બન્નેમાં ઉપલબ્ધ છે. તેનાં દિલ્હી શો રુમની પ્રાઈઝ 7.73 લાખ થી 11.08 લાખ સુધીની છે.
રિનોલ્ટ ડસ્ટર :


આ કોમ્પેક્ટ એસ.યુ.વી.ની કિંમત 8.50 લાખ થી લઈને 13.84 લાખ સુધીની છે. એટલે કે તેનું બેઝ મોડેલ તમને ઓન રોડ 8.50 લાખમાં રોડ ટેક્સ ઉમેરીને મળી શકે છે.
મારુતી સુઝુકી વિતારા બ્રીઝા :


આ એસ. યુ.વી. તમને 7.52 લાખથી લઈને 10.99 લાખ સુધી મળી શકે છે. જેમાં 1.31 ડીડીઆઈએસ એંજિન પણ આવે છે. પરંતુ આ મોડેલ પેટ્રોલમાં ઉપલબ્ધ નથી.
ટાટા નેક્સોન :


આ કાર પણ એક કોમ્પેક્ટ એસ.યુ.વી. છે. જેની કિંમત 6.16 લાખ થી લઈને 10.30 લાખ સુધીની છે. તેમજ તે પેટ્રોલ અને ડિઝલ એમ બન્નેમાં ઉપ્લબ્ધ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter