સુરતની હોમ બેકરે અનોખા ગણેશજીની સ્થાપના કરી, જુઓ VIDEO

સુરતના હોમ બેકર રોમા પટેલે અનોખા ગણેશજીની સ્થાપના કરી છે. રોમા પટેલે 100 ટકા એડીબલ ક્લર અને ચોકલેટથી આકર્ષક જમાવતી ગણપતિની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી છે.

પોણા બે ફૂટ ઊંચાઇ અને છ કિલોની ચોકલેટથી ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા તૈયાર કરાઇ છે. પરિવારના સભ્યો સવાર- સાંજ આ પ્રતિમાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી રહ્યા છે. જ્યાં દસમા દિવસે આ પ્રતિમાનું દૂધથી અભિષેક કરી વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ પ્રસાદી રૂપે ગરીબ બાળકોને પીરસી દેવામાં આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter