સુરતના ખટોદરામાં સ્વિમિંગ પુલમાં 11 વર્ષિય હર્ષ પોદારનું ડૂબવાથી મોત

ફરી એક વખત સ્વિમીંગપુલમાં જતા બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભો થાય તેવી ઘટના સામે આવી છે. આ વખતે સુરતના ખટોદરા વિસ્તારમાં સ્વિમિંગ પુલમાં 11 વર્ષીય હર્ષ પોદારનું ડૂબી જવાથી મોત થઇ ગયું છે.

ખટોદરા વિસ્તારના કાપડીયા હેલ્થ ક્લબમાં આવેલા સ્વિમિંગ પુલમાં સાંજની બેંચમાં 11 વર્ષિય હર્ષ છેલ્લા 8 દિવસથી સ્વિમિંગ શિખવા માટે જતો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સ્વિમિંગ પુલમાં 6-6 ઇન્સ્ટ્રકટ હોવા છતાં બેદરકારીના કારણે 11 વર્ષીય કિશોર ડૂબી ગયો ત્યારે હાલમાં આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક કિશોરના પિતા પિંકેશ પોદાર ટેક્સટાઇલના બિઝનેસમેન છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter