સુરત: કતારગામમાં ડિમોલિશન દરમ્યાન 77 વર્ષિય ઈશ્વરભાઈ પ્રજાપતિનું નિધન

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડિમોલિશન દરમિયાન 77 વર્ષિય ઈશ્વરભાઈ પ્રજાપતિનું નિધન થયું. મહાનગરપાલિકાના અધિકારીઓ ડિમોલિશન કરવા આવ્યા ત્યારે ઈશ્વરભાઈ તેમને ડિમોલિશન ન કરવા સમજાવી રહ્યા હતા. પરંતુ અધિકારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. ત્યારે ત્યાં જ ઈશ્વરભાઈને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજ્યુ.

આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઈશ્વરભાઈના મોત પાછળ તેમના પરિવારજનોએ મહાનગરપાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. જ્યાં સુધી દોષિતો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ઈશ્વરભાઈને હાર્ટ એટેક આવ્યો ત્યારે લોકોનો રોષ ભારખી ગયેલા અધિકારીઓ સ્થળ છોડીને નાસી ગયા. કતારગામ વિસ્તારમાં આવેલા કુંભાર ફળિયામાં રહેતા પ્રજાપતિ પરિવારના લોકો પોતાના  અન્ય બે  પ્લોટ ઉપર પતરાનું ફેનસિંગ કરાવી રહ્યા હતા. જેને અધિકારીઓએ ગેરકાયદે ગણાવીને ડિમોલિશન કરવા પહોંચ્યા હતા.. ત્યારે આ ઘટના બની હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter