વૈષ્ણોદેવીમાં નવા માર્ગ ખોલવાના NGTના આદેશ પર સુપ્રીમે રોક લગાવી

વૈષ્ણોદેવીના નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના તે આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે જેમા ૨૪ નવેમ્બર સુધી યાત્રા માટે નવો માર્ગ ખોલવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એનજીટીમાં અરજી દાખલ કરનારને નોટીસ આપીને બે અઠવાડીયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે એનજીટીના બાકી નિર્દેશો પર રોક લગાવી નથી.

કોર્ટમાં બોર્ડે કહ્યું કે આ માર્ગને ખોલવો જલ્દી શક્ય નથી. ફેબ્રુઆરીના અંત સુધી આ માર્ગ ખોલવામાં આવી શકે છે. એનજીટીના આદેશ વિરુધ્ધ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સુપ્રીમ બોર્ડેમા અરજી દાખલ કરી.

એનજીટીએ શ્રી માતા વૈષ્ણોદેવીના મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યાને નિયંત્રીત કરવાનો આદેશ આપ્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter