ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચ્યો શ્રીકાંત

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે.

શ્રીકાંતે શનિવારે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાના સોન વાન હો ને 21-15 14-21 24-22 થી હરાવ્યો હતો. શ્રીકાંતે પ્રતિ સ્પર્ધી ખેલાડીને 1 કલાક 12 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવી બહારનો રસ્તો બતાવ્યો હતો. ફાઇનલ મુકાબલો રવિવારે થશે. જેમાં શ્રીકાંતનો સામનો જાપાનના કાજૂમાસા સાકાઇ સામે થશે. સાકાઇ શનિવારે રમાયેલી પ્રથમ સેમી ફાઇનલ મેચમાં ભારતના એચ.એસ. પ્રણયને 21-17, 26-28, 18-21થી હરાવ્યો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter