સુજલામ સુફલામ યોજના : આવનારા અઠવાડિયે 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો સીએમનો વિશ્વાસ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સીએમ વિજયભાઇ રૂપાણીના હસ્તે બોરસદ તાલુકાના ઝારોલાના તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામા આવ્યુ. આ કાર્યક્રમમાં રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, આણંદના સંસદ સભ્ય દિલીપભાઇ પટેલ અને રાજયસભાના સંસદ સભ્ય લાલસિંહ વડોદિયા વિશેષ  હાજરી આપી હતી. વિજયભાઇ રૂપાણીએ કહ્યુ હતુ કે તળાવો ઉંડા કરવાના અને કેનાલ સફાઇ કરવાનુ ૭૦ ટકા કામકાજ પુરૂ કરાયુ છે. આવનાર અઠવાડીયામા આ કામગીરી 100% પુર્ણ કરી દેવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ તળાવના ૨૦,૦૦૦ ચોરસ મીટરના વિસ્તારને ૧.૫ મીટર ઉંડુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ કુલ ૩૦,૦૦૦ ઘનમીટર માટી ખોદવામાં આવશે.

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter