ભોજનને ગરમ રાખતું સિલ્વર ફોઇલ નોતરે છે અનેક બિમારીઓ

અમેરિકામાં થયેલા એક રિસર્ચ અનુસાર ભોજનને ગરમ રાખતું સિલ્વર ફોઇલ, નૉન સ્ટિક પેનમાં રહેલી કોટિંગ અને કપડામાં ઉપયોગમાં લેવાતું કેમિકલ તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને વજન વધારવાનું કામ કરે છે. આ વસ્તુઓમાં જે કેમિકલનો ઉપયોગ થાય છે તેને પરફયુરૉલકિલ સબસ્ટેન્સ PFASs કહે છે, જેનાથી કેન્સર, હોર્મોન્સમાં પરિવર્તન, ઇમ્યુન સિસ્ટમમાં ફેરફાર, હાઇ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીતાની આશંકા રહેલી છે.

હાવર્ડ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુટ્રિશનના સહાયક પ્રોફેસર અને આ રિસર્ચના સિનિયર ઑથર કી સને જણાવ્યું કે ‘અમારી રિસર્ચ દ્વારા પહેલી લખત ખુલાસો થયો છે કે PFASs માનવ શરીરના વજન નિયંત્રણમાં હસ્તક્ષેપ કરે છે અને તેનો સંબંધ શરીરના ધીમા મેટાબોલિક રેટ સાથે છે.જે લોકોના લોહીમાં PFASsની માત્રા વધારે હોય છે, તેમનું વજન ઘટ્યા બાદ પણ શરીરનું મેટાબોલીઝમ ખૂબ જ ધીમું રહે છે.  ‘

વર્ષ 2000 ની આસપાસના વર્ષમાં વેઇટ લૉસને લઇને જે ટ્રાયલ થયા હતા તેમાં સામેલ 621 મેદસ્વી કન્ટેસ્ટન્ટ્સના ડેટાને આ રિસર્ચમાં ટ્રેક કરવામાં આવ્યો. આ રિસર્ચમાં 2 વર્ષ દરમિયાન વજન ઘટાડવા માટે ચાર હાર્ટ-હેલ્ધી ડાયેટના પરિણામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter