આ છે રિયલ ‘Padman’ જેણે સેનેટરી પેડ મશીન બનાવ્યાં સસ્તા

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીએ રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ અરુનાચલમ મુરુગનાથમની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય તેમની ભુમિકા નિભાવી રહ્યો છે. મુરુગનાથમે સ્સતા સેનેટરી પેડ બનાવીને કરોડો મહિલાઓનું જીવન બદલી નાંખ્યું. તેમણે લાખો રૂપિયાના સેનેટરી પેડ બનાવતા મશીનનો ખર્ચ ફક્ત 75 હજાર રૂપિયા કરી નાંખ્યો. જાણો આ કેવી રીતે શક્ય બન્યું.

Image may contain: 1 person

અરુણાચલમે જ્યારે જોયું કે તેની પત્ની પિરિયડ્સ દરમિયાન ગંદા કપડાનો ઉપયોગ કરે છે. તેને તે અનહાઇજેનિક લાગ્યું. જ્યારે તેણે પત્નીને સેનેટરી પેડનો ઉપયોગ ન કરવાનું કારણ પુછ્યું તો તેણે કહ્યું કે તે સેનેટરી પેડ અફોર્ડ નથી કરી શકતી. તે દર મહિનાનો ખર્ચ છે. મુરુગનાથમને આશ્વર્ય થયું કે 10 પૈસાની કિંમતના કોટનથી બનેલું પેડ 4 રૂપિયા એટલેકે 40 ગણી વધુ કિંમતે વેચવામાં આવે છે. તે પછી અરુણાચલમે પોતે જ સેનેટરી પેડ બનાવવાનો નિર્ણય લીધો.

Image may contain: 2 people, people smiling, people standing and outdoor

અરુણાચલમને જાણવા મળ્યું કે દેશભરમાં ફક્ત 12 ટકા મહિલાઓ જ સેનેટરી પેડ યુઝ કરે છે. જ્યારે તેમણે પેડ બનાવવાનું શરૂ કર્યું ત્યારે કોઇ તેનો ઉપયોગ કરવા ઇચ્છતું ન હતું. તેમની બહેન પણ નહી. તે પછી તેમણે મેડિકલ કોલેજના 20 સ્ટુડન્ટને તૈયાર કર્યા પરંતુ તેમાં પણ તેમને યોગ્ય રિપોર્ટ ન મળ્યો.તે પછી તેમણે પોતેજ તેને પહેરીને ટ્રાય કરવાનો નિર્ણય લીધો. તેમણે ફુટબોલ બ્લેડરની મદદથી એક કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું.

Image may contain: 2 people, people standing and indoor

અરુણાચલમ માટે હજુ પણ આ એક રિસર્ચનો વિષય હતો કે આખરે સેનેટરી પેડમાં શું હોય છે. તેમણે તેને અનેક લેબોરેટરીમાં એનાલિસીસ માટે મોકલ્યું. તેના રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ કોટન છે પરંતુ તે કામ નથી કરી શકતું. તે પછી તેમણે સેનેટરી પેડ બનાવતી કંપનીઓને પૂછ્યું પરંતુ તે અસલ પેડ વિશે કેવી રીતે જણાવે.

Image may contain: 1 person, standing and indoor

તે પછી અરુણાચલમે એક પ્રોફેસરની મદદથી અનેક મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પત્ર લખ્યો. તેમને વધુ અંગ્રેજી આવડતું ન હતું. તેમણે ફક્ત ફોન પર વાતચીત કરવા પાછળ 7 હજાર રૂપિયા ખર્ચ કર્યા. આખરે કોઇંબતુરના ટેક્સટાઇલ ઓનરે તેમાં રસ દાખવ્યો. અરુણાચલમને સફળ સેનેટરી પેડ બનાવવામાં 2 વર્ષ અને ત્રણ મહિનાનો સમય લાગ્યો. પરંતુ તેમાં સૌથી મોટી અડચણ એ હતી કે મશીનની કિંમતને કેવી રીતે ઘટાડી શકાય કારણકે તેનો ખર્ચ હજારો ડોલરમાં છે. તેની કિંમત પાંચ લાખથી શરૂ કરીને 50 લાખ સુધી હતી. તેમણે સખત મહેનત બાદ આ મશીન તૈયાર કર્યું જેનો ખર્ચ માત્ર 75 હજાર રૂપિયા છે.

Image may contain: 4 people, people smiling, people standing and indoor

તેમણે 18 મહિનામાં આવી 250 મશીનો તૈયાર કરી. તેમણે 23 રાજ્યોના 1300 ગામોને આવરી લીધો. હવે એક મહિલા એક દિવસમાં 250 પેડ બનાવી શકે છે. તેમની આ સિદ્ધી માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમને સન્માનિત કર્યા હતાં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter