સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની

રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે અને સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને ઓઢાડીને અને માતાને સાડી આપીને સન્માન કર્યું અને શુભેચ્છા પાઠવી. અને લોકોએ સાથે મળીને પરંપરાગત રીતે ડાંગી ડાન્સ કર્યો.

પછાત અને આદિવાસી વસતી ધરાવતા ડાંગ જિલ્લાનું આ અંતરીયાળ કરડીઆંબા ગામ છે. ભલે સરકારે અહીં પાયાની સુવિધાઓ વિકસાવી ન હોય પણ અહીંની દીકરીએ વિદેશ પહોંચીને પોતાની માતૃભૂમિનું નામ રોશન કર્યું. અને એનો જ આ અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સરિતા ગાયકવાડે એશિયાડ ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ છે. સ્થાનિક ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના ઘરે પહોંચીને તેના માતાપિતાનું સન્માન કર્યું. અને પોતાનો એક માસનો પગાર આપવાની જાહેરત કરી પુરસ્કારરૂપે ચેક અર્પણ કર્યો છે. ગ્રામજનોએ પરંપરાગત રીતે ડાંગી ડાન્સ કર્યો. ત્યારે તેના માતા પિતાની સાથે સાથે ધારાસભ્ય પણ ડાંગી ડાન્સમાં જોડાયા.

ક્યારેય ન કલ્પેલી દીકરીની સિદ્ધીથી પિતાની આંખમાં ખુશીના આંસુ વહ્યા. સરિતાને નાનપણથી જ રમતગમત ક્ષેત્રે રૂચિ હતી. પણ પરિવાર તરફથી પ્રોત્સાહન તો ખુબ મળતું હતું. પણ નબળી આર્થિક સ્થિતિેને કારણે પણ તે ખેલાડી તરીકે કારકિર્દી બનાવવી તે સપનુ લાગતું હતું. પરંતુ તેણે અથાગ મહેનત અને પ્રારબ્ધથી સપનુ સાકાર કરી બતાવ્યું. ત્યારે હવે તેના પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરવા સરિતાને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૧ કરોડના પુરસ્કારની જાહેરત કરી છે. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ 1 લાખ 11 હજારના પુરસ્કારની જાહેરાત કરી છે. રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પણ રમતવીરોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર થઈ રહી છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter