અમેરિકામાં રાહુલ ગાંધીને મળી આ વિદેશી અભિનેત્રી, ટ્વિટર પર આવી મજેદાર કોમેન્ટ

એક વિદેશી અભિનેત્રીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જો કે, આ તસવીર વાયરલ થયા બાદ તમામ પ્રકારના સૂચન તેમની પાસે પહોંચી રહ્યાં છે. આવામાં એક સૂચન છે કે, હવે તમે ભારતીય વડાપ્રધાન બનવાનું સપનુ જોઇ શકો છે.

સ્પૈનિશ-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાલિયા રામોસે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટમાં તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે જોવા મળે છે. બંનેની મુલાકાત અમેરિકામાં થઇ હતી. ઉલ્લેખનીય છેકે, રાહુલ ગાંધી બે સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસ પર છે. આ દરમિયાન નતાલિસા સાથે રાહુલ ગાંધીની મુલાકાત થઇ હતી. નતાલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં તસવીરની કેપ્શનમાં લખ્યું કે, ગત રાતે પ્રખર વકતા અને વ્યવહાર કુશળ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ.

જો કે, આ તસવીરને એક સપ્તાહનો સમય થઇ ચૂક્યો છે ત્યારે આ તસવીર હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેટલાક લોકોએ તો આ તસવીરને લઇને મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. જેમાંથી એક વડાપ્રધાન બનવાનું સપનું જોવાની છે. એક યૂઝરે ટ્વિટ કરતા કહ્યું કે, લાગે છે કે, રાહુલ ગાંધી હવે મોટા થઇ ગયા છે. સમય આવી ગયો છે કે, તેઓ એ જવાબદારીઓ ઉઠાવે, જેનાથી તેઓ બચતા રહ્યાં છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter