આ શખ્સ માટે વીરે દિ વેડિંગનું શૂટિંગ છોડીને મુંબઇ ભાગી આવી સોનમ

સોનમ કપૂર હાલમાં પોતાની બહેન રીહાની હોમ પ્રોડક્શનની ફિલ્મ વીરે દિ વેડિંગના શૂટિંગમાં વ્યસ્ત હતી. જોકે અચાનક તે પોતાનું શૂટિંગ અટકાવીને પરત આવતી રહી હતી.

વાસ્તવમાં ઘટના એવી હતી કે સોનમ કપૂર  સંજય દત્તની બાયોપિકનો હિસ્સો બની છે અને તે પોતાના ભાગનું શૂટિંગ કરવા માટે  વીરે દિ વેડિંગનું શૂટિંગ અટકાવીને પરત આવી હતી.  આ ફિલ્મમાં સોનમની સાથે સાથે  કરીના કપૂર અને સ્વરા ભાસ્કર પણ છે. આ ફિલ્મને શંશાક ઘોષ ડિરેક્ટ કરી રહ્યા છે.

સોનમ કપૂર સંજય દત્તની ફિલ્મના શૂટિંગનો હિસ્સો પહેલા જ પૂર્ણ કરીને આવી હતી. પરંતુ છેલ્લા સમયે  ડિરેક્ટર રાજૂ હિરાનીએ કંઇક નવું ડેવલપમેન્ટ કરતા  તેમાં સોનમની જરૂર પડી હતી. અને  સોનમે આવીને  તે શૂટિંગ પૂર્ણ કરવાની જવાબદારી લીધી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter