મહેન્દ્રસિંહ ધોનીના વતન રાંચીમાંથી દૂધવાળાના દીકરાએ કરી કમાલ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના વતન રાંચીમાંથી એક દૂધવાળાનો દીકરો પ્રખ્યાત થઈ ગયો છે. રાંચીનો આ ક્રિકેટર એટલા માટે લોકપ્રિય થયો કારણકે અંડર-19 વર્લ્ડ કપ માટેની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે.

જમોણી સ્પિનર પંકજ યાદવે અંડર-19 વર્લ્ડ કપની ટીમ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવી લીધુ છે. આ ટીમમાં પસંદગી પામ્યા બાદ પંકજે એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓ માતા-પિતા અને કોચ નાથ ઝાનો આભાર માને છે. યુવા પંકજે કહ્યું, ”ક્રિકેટ મારું જીવન છે અને વર્લ્ડ કપમાં હું મારું સર્વેશ્રેષ્ઠ યોગદાન આપીશ. ધોની અને શેર્ન વોર્ન મારા આદર્શ ખેલાડી છે.”

પંકજના પિતા ચંદ્રદેવ યાદવે કહ્યું, ”મારો દીકરો અભ્યાસમાં આગળ વધે તેવું હું વિચારતો હતો, પરંતુ તેને ક્રિકેટરમાં રસ છે. તેથી મેં મારા દીકરાને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો. મારો દીકરો મહેન્દ્રસિંહ ધોનીનો પ્રશંસક છે અને આશા છે કે મારો દીકરો એક દિવસ માહિ સાથે મુલાકાત કરશે.”

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter