Viral Video : હોમવર્ક બાકી રહી ગયું તો બાળકે શોધી કાઢ્યો કંઇક આવો ઉપાય

સોશિયલ મીડિયા પર અનેક એવા વિચિત્ર વિડિયો શેર કરવામાં આવતા હોય છે જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઇ જતાં હોય છે. તાજેતરમાં જ એક એવો વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મમ્મી સ્કૂટર ચલાવી રહી હતી અને દિકરો પાછળની સીટ પર બેસીને હોમવર્ક કરી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કુશળતાથી પોતાના કામ કરતી એક મહિલા જોવા મળી રહી છે. તે સ્કૂટર ચલાવી રહી છે અને તેના બંને બાળકો સ્કૂટર પર સવાર હતાં.

I salute the mother & studious son but pls be careful of traffic for safety.

A post shared by Kiren Rijiju (@kiren.rijiju) on

સ્કૂટરમાં આગળ દિકરી ઉભી છે અને પાછળ દિકરો બેઠો છે પરંતુ દિકરો પાછળ બેસીને હોમવર્ક કરી રહ્યો છે. આ નજારો જોઇને તેની પાસેથી પસાર થઇ રહેલા વાહન ચાલકે તેનો વિડિયો ઉતારી લીધો હતો. હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે બાળક પોતાનું હોમવર્ક કરવામાં ઓતપ્રોત છે અને તેને આજુબાજુ શુ થઇ રહ્યું છે તેનુ કોઇ ભાન નથી. કિરણ રિજિજુએ આ વિડિયો શેર કરતા લખ્યું કે, હું માતા અને બાળકને સલામ કરૂ છું પરંતુ સુરક્ષા માટે ટ્રાફિકનું ધ્યાન રાખો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter