પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીનું 89 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીનું 89 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ કીડનીમાં બિમારીના કારણે 10 ઓગસ્ટથી કોલકત્તાની હોસ્પિટલમાં દાખલ હતા. બિમારીના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.સોમનાથ ચેટર્જીના ઈલાજ માટે પાંચ સભ્યોની મેડિકલ ટીમ બનાવવામાં આવી હતી.

આ પહેલા જુનના અંતિમ સપ્તાહમાં પણ તેમની તબિયત ખરાબ થવાના કારણે કોલકત્તાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં સ્વાસ્થ્ય સુધાર થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 25 ઓગસ્ટ 1929ના દિવસે અસમના તેજપુરમાં જન્મ થયો હતો. તેમણે કોલકત્તા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. મનમોહન સિંહ સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ લોકસભા સ્પીકર રહ્યા હતા.

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીના નિધન બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે, સોમનાથ ચેટર્જીએ સંસદીય લોકતંત્રને મજબૂત કર્યુ હતુ. તેઓ ગરીબ અને વંચિત લોકોનો મજબૂત અવાજ હતા. પીએમ મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter