સામાજિક આંદોલનોથી ગભરાયેલી ભાજપ લોકસભા ચૂંટણી જીતવા યોજશે ચિંતન શિબર

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે રાજ્યમાં તૈયારીઓ શરૂ કરી છે. ભાજપનું મિશન તમામ બેઠક જીતવાનું છે. પરંતુ રાજ્યની રાજકીય પરિસ્થિતિને જોતા ભાજપને ચિંતન શિબિરનું આયોજન કરવાની જરૂર પડી છે.

ગત્ત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભલે રાજ્યની તમામ 26 બેઠક પર જીત મેળવી હોય. પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે. ભાજપને ભય છે કે આ વખતે  26 બેઠક પર જીત મેળવી મુશ્કેલ છે. જેથી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચિંતન શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ શિબિર આગામી 24 અને 25 જૂનના રોજ યોજાશે. જેમાં અમિત શાહ સહિત ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાજરી આપશે.

રાજ્યમાં પાટીદાર આંદોલન અન દલિત આંદોલનના કારણે ભાજપને નુકસાનનો ભય છે. મોંઘવારી જેવા મુદાઓ ઉપરાંત વિરોધીઓને કેવી રીતે પછડાટ આપવી તે અંગે ભાજપ ચિંતન શિબરમાં મનોમંથન કરશે. આ ઉપરાંત ચૂંટણીમાં જીત માટે રોડમેપ અને કાર્યક્રમ અંગે ચર્ચા થશે. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણી સમિતિની પણ રચના કરી છે ત્યારે ભાજપને આ ચિંતન શિબિરનું મનોમંથન કેટલું ફળશે તે હવે જોવું કહ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter