ઇન્ટીમેટ સીન્સ આપ્યા બાદ હવે આ એક્ટ્રેસને છે લિપલોક સીન આપવામાં વાંધો!

સ્ટાર પ્લસ પર આવતા દાનિક ધારાવાહિક દિલ સંભલ જા ઝરામાં જોવા મળતી  અભિનેત્રી સ્મૃતિ કાલરા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. અગાઉ તેણે આપેલા ઇન્ટીમેટ સીનના કારણે તે છવાયેલી રહી હતી. પરંતુ આ વખતે તેની ચર્ચા થઇ રહી છે તેની પાછળનું કરાણ કંઇક જુદુ છે.

આ વખતે ચર્ચામાં આવવાનું કારણ ઓન સ્ક્રીન લીપલોક સીન છે. સ્મૃતિએ એક સીનમાં અભિનેતા અસીમ ગુલાટી સાથે રોમાન્સ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે અસીમ આ ધારાવાહિકમાં રેહાનની ભુમિકા ભજવી રહ્યો છે. આ સીનમાં આ બંનેએ ઇન્ટીમેટ થવા દરમિયાન લિપલોક પણ કરવાનું બતું પરંતુ સ્મૃતિએ આ સીન કરવાથી સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો.

સ્મૃતિનું આ અંગે કહેવું છે કે આ પ્રકારના સીન તે સ્ક્રીન પર કરવા નથી ઇચ્છતી. તેનું માનવું છે કે તેણે આવા સીન્સ કર્યા તો લોકો ફક્ત આ સીન્સ વિશે જ ચર્ચા કરશે. તેના વિશે આ મુદ્દે જ લખવામાં આવશે.

સ્મૃતિ આ ધારાવાહિકમાં લીડ રોલ પ્લે કરી રહી છે. બોલ્ડ ટોપિકના કારણે આ શો દર્શકો વચ્ચે પોપ્યુલર રહ્યો છે. આ શોમાં સ્મૃતિ ઉપરાંત જાણીતા અભિનેતા સંજય કપૂર અને અસીમ ગુલાટી પણ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. આ શોમાં સ્મૃતિ સંજય સાથે ઇન્ટીમેટ સીન્સ આપી ચુકી છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter