હવે આ સ્માર્ટફોનમાં કામ નહી કરે Whatsapp, જુઓ ક્યાંક તમારો ફોન તો નથી સામેલ?

વૉટ્સએપ એક લોકપ્રિય મેસેજિંગ એપ છે અને તેના દુનિયાભરમાં કરોડો યુઝર્સ છે તેવામાં આ સપ્તાહની શરૂઆતમાં જ વોટ્સએપ સપોર્ટ ન કરનારા મોબાઈલનું એક લીસ્ટ સામે આવ્યું છે. આ લીસ્ટમાં એ સ્માર્ટફોનના નામ છે જેના પર 31 ડિસેમ્બર 2018 બાદ વોટ્સએપ સપોર્ટ નહીં કરે.
– 31 ડિસેમ્બર 2018 પછી નોકિઆના એસ સીરીઝના ફોન પર વોટ્સએપ કામ નહીં કરે. આ ઉપરાંત નોકિયા આશા ફોન પર પણ વોટ્સએપ નહીં ચાલે.
– એન્ડ્રોઈડના 2.3.3 વર્ઝન પર વોટ્સએપ કામ કરશે નહીં. કંપનીએ તેને માટે અપડેટ આપવાનું બંધ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે એન્ડ્રોઈડ 2.1નું નામ એક્લેર અને 2.2 નું નામ ફ્રાયો હતું.
– એપલના આઈઓએસ 6 વાળા આઈફોનમાં હવે વોટ્સએપ બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કંપનીએ આઈઓએસ 12 લોન્ચ કર્યું છે.
– બ્લેકબેરીના ઓપરેટિંગ સિસ્ટમ અને બ્લેકબેરી 10 વાળા સ્માર્ટફોનમાં વોટ્સએપ આ વર્ષ બાદ ચાલશે નહીં. તમને જણાવી દઈએ કે બ્લેકબેરીએ હાલમાં જ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન કિવન લોન્ચ કર્યો છે.
– વોટ્સએપે વિન્ડોઝ 8 અને તેનાથી ઓછા વર્ઝનવાળા ફોન પર સપોર્ટ આપવાનું આ વર્ષના જાન્યુઆરી મહિનાથી બંધ કરી દીધું છે.
– આઈઓએસ 7ના આઈફોન યૂઝર્સને 2020 સુધી રાહત મળી છે. એટલે કે જે આઈફોનમાં આઈઓએસ 7 વર્ઝન છે તે લોકો 1 ફેબ્રુઆરી 2020 સુધી વોટ્સએપ ચલાવી શકશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter