‘તેરી ગલિયા’ ફેમ અંકિત તિવારીએ કરી સગાઇ, ફેન્સ સાથે શૅર કરી PHOTO

બોલીવુડમાં પોતાના સોન્ગ ‘તેરી ગલિયા’ અને ‘સુન રહા હે ન તૂ’ થી ઓળખ સ્થાપિત કરનાર સિંગર અંકિત તિવારીએ સગાઇ કરી છે. અંકિતે સગાઇ બાદ પોતાના ફેન્સ સાથે એક તસવીર શેર કરી છે. અહીં જણાવીએ કે અંકિતે પલ્લવી શુક્લા નામની યુવતી સાથે સગા કરી છે. બંને 23 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે.

પલ્લવી સાથે તસવીર શેર કરતા અંકિત તિવારીએ લખ્યું કે ‘તે આખી જિંદગી તેની સંભાળ રાખશે અને તેમને માન આપશે’.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન અંકિતના હોમ ટાઉન કાનપુરમાં થશે. પલ્લવી ફિલ્મ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી નથી પરંતુ એક મિકેનિકલ એન્જિનીયર છે. પલ્લવીને અંકિતની દાદીએ પસંદ કરી હતી અને આ કારણે બન્ને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. અંકિત તિવારીની દાદીને પલ્લવી પહેલી નજરમાં જ પસંદ આવી હતી અને એ સમયે જ નિર્ણય લીધો હતો. અંકિતની દાદીને પલ્લવી એક મુસાફરી દરમ્યાન જોઇ હતી.

બોલીવુડ સિંગર અંકિત તિવારીએ પોતાની સિંગિગ કરિયરની શરૂઆત જિંગલ્સ બનાવવાથી કરી હતી. તેની સાથે તેમણે કેટલીય સિરીયલ્સ માટે મ્યૂઝિક કંપોઝ કર્યું છે. વર્ષ 2012માં ફિલ્મ ‘આશિકી 2’ માં એક ગીત ગાવાની તક મળી હતી. તેમણે ‘સુન રહા હે ન તૂ’ ગીત ગાયું હતું અને આ ગીતને દર્શકો એ ખુબજ પસંદ કર્યું હતું. ત્યારબાદ અંકિત બોલીવુડમાં ઘણા હિટ ગીત ગાઇ ચુક્યો છે. અંકિતે ફિલ્મ ‘એક વિલન’ ના હિટ ગીત ‘તેરી ગલિયા’ પણ ગાયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter