હરિયાણાની ખ્યાતનામ સીંગર અને ડાન્સર હર્ષિતા દહીયાની જાહેરમાં હત્યા

હરિયાણાની ખ્યાતનામ સીંગર અને ડાન્સર હર્ષિતા દહીયાની જાહેરમાં હત્યાથી હાહાકાર મચ્યો છે. જાહેરમાર્ગ પર હર્ષિતાની કાર અટકાવી છ ગોળી મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

હરિયાણાની ફોક સિંગર અને ડાન્સર 22 વર્ષની હર્ષિતા દાહિયાની 17 તારીખે તેની જ કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઘટના સમયે હર્ષિતાની સાથે તેના કેટલાંક મિત્રો પણ હતા, જેને હુમલાખોરોએ ગાડીમાંથી ઉતારી દીધા હતા. હર્ષિતાને ચાર ગોળીઓ વાગી, જે બાદ તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મોતના કેટલાંક કલાક પહેલાં હર્ષિતાને ફેસબુક પર ધમકી મળી રહી હોવાની વાત કરી હતી.

હર્ષિતા છેલ્લાં દોઢ વર્ષમાં ડાન્સ અને સિંગિંગથી જાણીતી થઈ ગઈ હતી. ફેસબુક પેજ પર તે પોતાના વીડિયો પણ અપલોડ કરતી હતી. મોતથી પહેલાં ધમકી દેવાની વાત પણ તેને ફેસબુક પર અપલોડ કરેલાં વીડિયોમાં જણાવી હતી.

વાંચો આખો ઘટના ક્રમ

હર્ષિતાને સતત હત્યાની ધમકી મળતી રહેતી હતી. અનેક વખત તેને ફેસબુક પર પણ આ અંગેનો ઉલ્લેખ કર્યો છે.

હર્ષિતાએ કહ્યું હતું, “થોડા દિવસ પહેલાં સુધી બહેન કહનારા લોકો પીઠ પાછળ મને ધમકીઓ આપી રહ્યાં છે. હિંમત છે તો સામે આવો. મને અનાથ ગણાવી રહ્યાં છે. હા, હું અનાથ છું. તેનો ફાયદો ઉઠાવીશ. હું કલમ 302 લગાવીને જેલ જઈશ કેમકે મારી પાછળ રોવાવાળી મારી માં નથી.”

મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે હર્ષિતા એક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી. તેનો ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. તેની સાથે સંદીપ અને નિશા નામના તેના મિત્રો પણ હતા.

હર્ષિતા કુરૂક્ષેત્રથી સાંસદ રાજકુમાર સૈનીની પ્રસ્તાવિત રેલીના વિરોધમાં થયેલી એક બેઠકથી પરત ફરી રહી હતી.

સોનીપતના રસ્તે એક કારે તેમની ગાડીનો ઓવરટેક કર્યો જે બાદ હર્ષિતાની ગાડીને રોકી દીધી. જેમાંથી બે લોકો બહાર આવ્યાં. હર્ષિતાની મિત્રોને ભાગી જવાનું કહ્યું જે બાદ ઘણી જ નજીકથી હર્ષિતાને માથા અને ગળાના ભાગે છ ગોળી ધરબી દઈ હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા.

ફક્ત 22 વર્ષની હર્ષિતા પાનીપતમાં પોતાનો શો પતાવી દિલ્હી પરત ફરી રહી હતી ત્યારે તેની કાર અટકાવી સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાંથી છ ગોળી હર્ષિતાને વાગતા કારમાં જ તેનું મોત થયું હતુ.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ હર્ષિતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે વીડિયોમાં તેણે કહ્યું હતુ કે હું ડરતી નથી.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મોતના કેટલાંક કલાક પહેલાં હર્ષિતાને ફેસબુક પર ધમકી મળી રહી હોવાની વાત કરી હતી.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter