‘સિંબા’નું પોસ્ટર થયું રિલિઝ, પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે રણવીર સિંહ

કરણ જોહરે તાજેતરમાં એક ટ્વિટ કર્યું હતું કે મોટી ઘોષણા આવતી કાલે કરવામાં આવશે, તેને લઇને હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ટ્વિટથી કરણના ચાહકો વિચારતાં થઇ ગયાં હતાં કે કરણ હવે કઇ ઘોષણા કરવા જઇ રહ્યો છે, પરંતુ કરણે પોતાના ચાહકોને વધુ મૂંઝવણમાં મૂક્યા વગર રણવીર સિંહનો એક ક્રેઝી અને શરારતી લૂક શેર કર્યો છે, જેમાં રણવીર એક પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં જોઇ શકાય છે કે રણવીર મૂછો સાથે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

કરણ જોહર અને રોહિત શેટ્ટી સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ આગામી વર્ષે 28 ડિસેમ્બરના રોજ રિલિઝ થશે. રણવીર સંગ્રામ ભાલેરાવ ઉર્ફે સિંબાની ભૂમિકા ભજવી રહ્યો છે. રણવીર હંમેશાની જેમ આ પોસ્ટરમાં પણ પોતાના એનર્જેટિક લૂકમાં જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter