VIRAL VIDEO: ચોરી કરનાર ઉંદરની કરાઇ પિટાઇ

સામાન્ય રીતે આપણે માણસોને ચોરી કરતા અને ચોરીની સજા મળ્યા વિશે સાંભળ્યું છે પરંતુ, કોઇ જાનવરને ચોરીની સજા મળી હોય એવું પ્રથમ વખત જોવા મળ્યું છે. રખે, માની લેતા કે આ કોઇ ગપગોળા છે પરંતુ, આ સત્ય હકીકત છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શખ્સ ઉંદરને ખાવાની ચોરી બદલ સજા આપી રહ્યો છે.

વાસ્તવમાં ઉંદરે એક દુકાનમાંથી ઘઉંની ચોરી કરી હતી. જ્યારે દુકાન માલિક છોકરાને આ વાતની જાણ થતાં તેણે ઉંદરને પકડીને જોરથી બાંધી દીધો હતો, ત્યાર બાદ તેને લાકડથી મારવા લાગ્યો હતો. ઉંદરને માર મારવાનો આ વીડિયો મૈસુર શહેરનો છે. જેને એક યુવકે કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. જો કે, આ વીડિયો જોઇને કેટલાક લોકો તેને મજાકમાં લઇ રહ્યાં છે અને કેટલાક પશુ ક્રૂરતા માની ગંભીર પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter