Video: મિત્રનો મજાક ભારે પડ્યો, બસની નીચે આવી ગયો યુવક

દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકે છે પરંતુ કોઈ વ્યક્તિ મોતના મુખ માંથી બહાર પછી આવે ત્યારે તે ઘટના તેના મન અને મગજમાં ઘર કરી જાય છે. કયારેક કોઈ મજાક જીવન પર ભારે પડી શેક છે. આવો જ એક વીડિયો પોલેન્ડમાં સામે આવ્યો છે. જ્યાં એક મિત્રનો મજાક બીજા મિત્ર પર ભારે પડી ગયો અને તે મરતા મરતા બચી ગયો. આ વીડિયો જોઉયા બાદ તમે ચોકી ઉઠ્સો. પોલિસે આ ઘટનાનું ફૂટેજ જાહેર કર્યુ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક મિત્ર ચાલતો રસ્તા પર જઈ રહ્યો છે અને એટલામાં એક બીજો મિત્ર તેને ધક્કો મારે છે જેના કારણે તે જમીન પર પડી જાય છે. તેના જમીન પર પડવાની સાથે જ એક બસ ત્યાંથી પસાર થાય છે. યુવકનું માથું અને બસના પૈડા વચ્ચે ફક્ત અમુક ઇંચનો જ ફર્ક રહી જાય છે. આ ઘટનામાં જો થોડું પણ ઉપર નીચે થયું હોત તો તે યુવકનું માથું બસના ટાયરની નીચે આવી જાત. આ ઘટના જોયા બાદ એવું ન કહી શકાય કે ધક્કો જાણીને મારવામાં આવ્યો હતો. ઘટનાના તુરંત બાદ પહેલો મિત્ર નીચે પાડનાર મિત્રને ગળે લગાવી લે છે.

CRICKET.GSTV.IN

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter