કાશ્મીર મામલે શિવસેનાનો ભાજપ પર હુમલો

શિવસેનાએ ફરી એકવાર ભાજપ પર વધુ એક પ્રહાર કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર ટોણો માર્યો છે. શિવસેનાએ ભાજપ પર ટોણો મારતા લખ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રની મધ્યસત્ર ચૂંટણીમાં તો જીત હાંસલ કરી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારને જીતાડી શકે છે. કાશ્મીર બચાવવામાં તે સક્ષમ નથી.

સામનાના સંપાદકીય લેખમાં કહ્યું છે કે અમિત શાહ અને તેમની પાર્ટીની નજર મહારાષ્ટ્રની મધ્યસત્ર ચૂંટણી પર છે. મધ્યસત્ર ચૂંટણીના પરિણામને બદલે અમે કાશ્મીર અને હિંસા પ્રભાવિત દાર્જિલિંગમા શું થશે તેનાથી ચિંતિત છે. વધુમાં શિવસેનાએ લખ્યું છે કે આજે સૌથી મોટો સવાલ એ છે કે આપણે કયાં સુધી શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓને ગણતા રહીશું. અમિત શાહ કહે છે કે મહારાષ્ટ્ર સરકાર 5 વર્ષ પુરા કરશે. પરંતુ શું આપણું કાશ્મીર ભારતના નકશા પર રહેશે.

શિવસેનાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફતી સૈનિકો પર હુમલો કરનારા યુવકોનું ખુલ્લેઆમ સમર્થન કરે છે. કાશ્મીરની આ સ્થિતી પર જવાનોને જવાબદાર ઠેરવી રહી છે. વધુમાં લખ્યું છે કે શિવસેના ખેડૂતોની વાત કરે અને અન્ય મુદ્દાઓ રાષ્ટ્રવાદી વલણ અપનાવે તો અમને પાઠ ભણાવાનો પ્રયાસ થાય છે. જ્યારે ભાજપ મહેબૂબા અંગે એક શબ્દ પણ નથી બોલતો.

શિવસેનાએ તેના સંપાદકીયમાં લખ્યું છે કે મહારાષ્ટ્ર પ્રાથમિકતા ન હોવું જોઇએ. કાશ્મીર અને દાર્જિલિંગમાં સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. જ્યાં નિર્દોષ મરી રહ્યા છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter