શિવાની દુર્ગાને ઓછા વોટ મળતા Big Boss 11માંથી બહાર

આ વખતે બિગ બોસના ઘરમાંથી બહાર જનારા સ્પર્ધકોમાં તાંત્રિક શિવાની દુર્ગાનો સમાવેશ થાય છે.  તે કોમનર્સના રૂપે આ શોમાં હાજર થઈ હતી.  આ અઠવાડિયે બિગ બોસના ઘરમાંથી બહાર જનારા લોકોમાં શિવાની દુર્ગા, હિના ખાન, વિકાસ ગુપ્તા તથા જ્યોતિ કુમારી અને સપના ચૌધરીને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

વીકેન્ડ કા વાર એસિપસોડ દરમિયાન  બિગ બોસના હોસ્ટ સલમાન ખાને હિના, વિકાસ અને સપનાને આ અઠવાડિયે સુરક્ષિત ગણાવ્યા હતા.  અને  શિવાનીને જ્યોતિ કરતાં ઓછા વોટ મળતા તેણે બિગ બોસનું ઘર છોડવું પડ્યું હતું.

આ શોમાં આવતા પહેલા શિવાનીએ જણાવ્યું હતું કે શોમાં આવવાનો હેતુ તાંત્રિકોના ખોવાયેલા સન્માનને પરત મેળવવાનો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter