બારે મહિનામાં પવિત્ર શ્રાવણ માસનું ઘણું મહત્વ, આજે પ્રથમ સોમવાર મંદિરમાં ભક્તોની ભીડ જામી

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. બારે મહિનામાં પવિત્ર શ્રાવણ માસનું ઘણું મહત્વ છે. અને તેમાંય સોમવાર અતિ મહત્વ માનવામાં આવે છે. કેમકે સોમવાર શિવજીનો પ્રિય વાર છે. અનેક શ્રદ્ધાળુઓ આખો શ્રાવણ માસ ઉપવાસ કરતા હોય છે. જોકે આખો મહિનો ઉપવાસ ન કરી શકનારા એવા અનેક શ્રદ્ધાળો છે કે જેઓ શ્રાવણના ચાર સોમવાર ઉપવાસ કરતા હોય છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે ત્યારે વહેલી સવારથી વિવિધ શિવાલયોમાં ભક્તો ઉમટી મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. જય ભોલે, હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. ભક્તો શિવલીંગ પર દૂધ, બિલિપત્રો, ફૂલ ઈત્યાદી ચઢાવીને ધન્યતાનો અહેસાસ કરે છે. ભગવાન ભોળેનાથના નાના મંદિરોથી લઈને સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે.

પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાઈ છે. આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી કતાર લગાવી હતી અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે અમદાવાદમાં આવેલા ભીમાશંકર મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભીમા શંકર મહાદેવ મંદિર શહેરના પ્રાચીનતમ શિવમંદિરમાં સામેલ છે. ત્યારે મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter